लाइव

7 December Live News Updates: BJP નેતા નિખિલ સવાણી બીજીવાર લગ્નના બંધનમાં બંધાયા, આબું ઠંડીમાં ઠુંઠવાયું

ADVERTISEMENT

Gujarat latest live news and Breaking News 07 December 2023 political events weather updates daily breaking news top headlines
Gujarat latest live news and Breaking News 07 December 2023 political events weather updates daily breaking news top headlines
social share
google news

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 09:55 AM • 07 Dec 2023
    માઉન્ટ આબુમાં માઈનસ 1 ડિગ્રી ઠંડી
    ગુજરાતને અડીને આવેલા હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં તીવ્ર ઠંડીની અસર જોવા મળી રહી છે. તીવ્ર ઠંડીના કારણે લોકોની દિનચર્યા પ્રભાવિત થઈ છે. બુધવારે માઉન્ટ આબુનું લઘુત્તમ તાપમાન માઈનસ 1 ડિગ્રી હતું, જેમાં ગુરુવારે થોડો વધારો થયો હતો અને લઘુત્તમ તાપમાન 1.5 પર પહોંચ્યું હતું. વાદળોની અવરજવરને કારણે તાપમાનમાં થોડો વધારો થયો છે. વાદળો અદૃશ્ય થતાંની સાથે જ તાપમાનમાં ઘટાડો નોંધવામાં આવશે. શિયાળાના પ્રકોપથી બચવા લોકો બોનફાયર અને ગરમ વાનગીઓનો આશરો લઈ રહ્યા છે.
  • 09:17 AM • 07 Dec 2023
    BJP નેતા નિખિલ સવાણી બીજા લગ્ન કર્યા
    તાજેતરમાં જ AAPમાંથી છેડો ફાડીને ભાજપમાં જોડાનાર નેતા નિખિલ સવાણી ફરી વખત લગ્નના બંધનમાં બંધાયા છે. જાણીતા ગુજરાતી કલાકાર ઉર્વશી રાદડિયા સાથે નિખિલ સવાણીએ લગ્ન કર્યા. બંને બીજી વખત લગ્નસંબધમા બંધાયા છે.
  • 08:45 AM • 07 Dec 2023
    BJP સંસદીય દળની આજે બેઠક
    શિયાળુ સત્ર દરમિયાન આજે ભાજપની સંસદીય દળની બેઠક યોજાશે. જેમાં ત્રણ રાજ્યોમાં પાર્ટીને જંગી જીત અપાવવા બદલ PM મોદીનું સન્માન કરવામાં આવશે. બેઠકમાં લોકસભા અને રાજ્યસભાના તમામ સાંસદો હાજર રહેશે.
  • 08:43 AM • 07 Dec 2023
    નર્મદામાં 12 ફૂટના અજગરનું રેસ્ક્યૂ
    નર્મદા જિલ્લાના બોરિયા ગામમાં રાત્રિના અંધકારમાં ક્યાંકથી 12 ફૂટ લાંબો અજગર આવ્યો હતો. જેને સ્થાનિક યુવાનોની ટીમે બચાવી રેસ્ક્યુ કરી પકડી લીધો હતો. 12 ફૂટથી વધુ લાંબો આ રૉક પાયથોન ખૂબ જ ખતરનાક છે અને તેને યુવાનોએ સાવચેતી પૂર્વક રાતના અંધારાંમાં બેટરીની મદદથી પકડી પાડ્યો હતો.
  • ADVERTISEMENT

  • 07:57 AM • 07 Dec 2023
    અમેરિકામાં ફરી ગોળીબારની ઘટના
    અમેરિકાના લાસ વેગાસની નેવાડા યુનિવર્સિટીમાં ગોળીબારની ઘટના સામે આવી છે. જેમાં 3 લોકોના મોત થઈ ગયા અને 1 વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયો. પોલીસની કાર્યવાહીમાં હુમલાખોરનું પણ મોત થયું છે.
  • 07:25 AM • 07 Dec 2023
    સુખદેવ સિંહ ગોગામેડીના આજે અંતિમ સંસ્કાર કરાશે
    રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાના વિરોધમાં રાજસ્થાનમાં વિરોધ પ્રદર્શનનો બુધવારે મોડી રાત્રે અંત આવ્યો. ગોગામેડીની પત્ની શીલા શેખાવતે આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, પોલીસે 72 કલાકમાં આરોપીઓની ધરપકડ કરવાનું લેખિત આશ્વાસન આપ્યું છે. ગોગામેડીનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખાનગી હોસ્પિટલમાંથી સવાઈ માનસિંહ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં બુધવારે રાત્રે મેડિકલ બોર્ડ દ્વારા પોસ્ટમોર્ટમ કર્યા બાદ આજે તેમના વતનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
  • ADVERTISEMENT

  • 07:19 AM • 07 Dec 2023
    તેલંગાણાના નવા CM આજે લેશે શપથ
    તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની જીત બાદ રેવંત રેડ્ડી આજે મુખ્યમંત્રી પદના શપથ લેશે. સોનિયા-રાહુલ સહિત ઘણા નેતાઓ હાજર રહેશે.
  • 01:46 AM • 07 Dec 2023
    આસામના ગુવાહાટીમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ
    આસામના ગુવાહાટીમાં આજે સવારે લગભગ 5:42 વાગ્યે રિક્ટર સ્કેલ પર 3.5ની તીવ્રતા ધરાવતો ભૂકંપ આવ્યો હતો.
follow whatsapp

ADVERTISEMENT