માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને રાહત મળશે કે સજા યથાવત રહેશે? ગુજરાત હાઈકોર્ટ આજે આપશે ચૂકાદો
અમદાવાદ: મોદી અટક સંબંધિત માનહાનિના કેસમાં આપવામાં આવેલી સજા સામે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની અરજી પર ગુજરાત હાઈકોર્ટ આજે સવારે 11 વાગ્યે તેનો ચુકાદો સંભળાવશે. આ…
ADVERTISEMENT
અમદાવાદ: મોદી અટક સંબંધિત માનહાનિના કેસમાં આપવામાં આવેલી સજા સામે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની અરજી પર ગુજરાત હાઈકોર્ટ આજે સવારે 11 વાગ્યે તેનો ચુકાદો સંભળાવશે. આ નિર્ણય જસ્ટિસ હેમંત પ્રાચાક આપશે. રાહુલ ગાંધીને સુરત કોર્ટે દોષિત ઠેરવ્યા હતા અને 23 માર્ચે બે વર્ષની સજા ફટકારી હતી.
દોષી ઠેરવ્યા બાદ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને લોકસભાના સભ્યપદેથી અયોગ્ય ઠેરવવામાં આવ્યા હતા. સભ્યપદેથી અયોગ્ય જાહેર થયા બાદ રાહુલ ગાંધીએ કેરળના વાયનાડમાં કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર તેમનો અવાજ દબાવવાનું કામ કરી રહી છે, પરંતુ તેઓ ડરતા નથી.
…તો પલટી શકે છે મામલો
જો આજે સુરત કોર્ટ દ્વારા રાહુલ સામેની સજાના નિર્ણય પર સ્ટે મળે તો કોંગ્રેસના નેતાની ગેરલાયકાતનો મામલો પલટાઈ શકે છે. રાહુલ ગાંધી હાલમાં સંસદ સભ્ય તરીકે 2+6 વર્ષ માટે સસ્પેન્શન હેઠળ છે. જો સસ્પેન્શન પર સ્ટે નહીં મુકાય તો રાહુલ ગાંધી પાસે ગુજરાત હાઈકોર્ટની ઉચ્ચ બેંચ સમક્ષ જ અપીલ કરવાનો વિકલ્પ રહેશે.
ADVERTISEMENT
કોંગ્રેસ અને ભાજપ શું કહે છે?
રાહુલ ગાંધી તરફથી હાજર રહેલા અભિષેક મનુ સિંઘવીએ એપ્રિલમાં ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન કહ્યું હતું કે મોઢ અને તેલી સહિત ઘણા લોકો ગુજરાતમાં મોદી સરનેમ લખે છે. રાહુલના નિવેદનને દરેક સાથે જોડવું યોગ્ય નથી. અરજીકર્તાનું કહેવું છે કે દેશના 13 કરોડ લોકોની બદનામી થઈ છે. તે પોતે જ એક મજાક છે.
બીજી તરફ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સહિત પાર્ટીના અન્ય નેતાઓએ આ સમગ્ર મામલે દાવો કર્યો હતો કે રાહુલ ગાંધીએ અન્ય પછાત વર્ગ (ઓબીસી)નું અપમાન કર્યું છે. આવી સ્થિતિમાં તેમણે ઓબીસી સમાજની માફી માંગવી જોઈએ.
ADVERTISEMENT
રાહુલ ગાંધીએ શું કહ્યું?
ભાજપના નેતા પૂર્ણેશ મોદીએ કર્ણાટકમાં રાહુલ ગાંધીના 2019ની લોકસભા ચૂંટણીના પ્રચાર ભાષણને લઈને સુરતની કોર્ટમાં તેમની સામે માનહાનિનો દાવો દાખલ કર્યો હતો, જેમાં કથિત રીતે કહેવામાં આવ્યું હતું કે, “બધા ચોરોની અટક મોદી કેમ છે?” તેને લઈને કેસ નોંધવામાં આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, રાહુલ ગાંધીએ આવું કહીને મોદી અટકના લોકોને બદનામ કર્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT