સુરતઃ UPSCની તૈયારી કરતી કિશોરીને ‘સંબંધ રાખ નહીં તો એસીડ ફેંકીશ’ની ધમકી આપતો રીઢો ગુંડો ઝડપાયો
સુરતઃ મહિલા શક્તિની વાત કરવામાં આવે છે અને મહિલાઓને સુરક્ષાની અનુભૂતિ થાય તે પણ જરૂરી છે. સુરતની એક કિશોરી કે જે ભણીને યુપીએસસી કરીને અધિકારી…
ADVERTISEMENT
સુરતઃ મહિલા શક્તિની વાત કરવામાં આવે છે અને મહિલાઓને સુરક્ષાની અનુભૂતિ થાય તે પણ જરૂરી છે. સુરતની એક કિશોરી કે જે ભણીને યુપીએસસી કરીને અધિકારી બનવાના સપનાઓ જોઈ રહી હતી , તે કિશોરીને શખ્સ દ્વારા પોતાની સાથે સંબંધ રાખવા અંગે દબાણ કરવામાં આવતું હતું. જોકે આખરે કિશોરી જ્યારે તેની તાબે ન થઈ તો તેણે કિશોરીને એસિડ ફેંકવાની ધમકી આપી હતી. કિશોરી આ ધમકીથી ડરી ગઈ હતી અને આખરે પોલીસની મદદ લેવા પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસ શખ્સને દબોચે તે પહેલા તે શખ્સ ફરાર થઈ ગયો હતો પરંતુ બે મહિના પછી પણ પોલીસની સતત તેને શોધવા નજર ફરી રહી હતી તેનો તેને ખ્યાલ ન હતો. આજે પોલીસે તેને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
સંબંધ રાખ નહીં તો તેજાબ ફેંકીશ
ગઇ તા.૨૪/૧૦/૨૦૨૨ ના રોજ શહેરની એક પિતાએ ફરિયાદ આપી હતી કે, ગઇ તા.૨૩/૧૦/૨૦૨૨ ના રોજ તેમની દીકરી ક્લાસીસમાંથી ઘરે આવી રહી હતી તે વખતે સઇદ ચુહા તથા ધમુ ખલસે નામના આરોપીઓએ રસ્તામાં જ તેમની દીકરીને આંતરી સઇદ ચુહા સાથે રિલેશન રાખવા સારૂ દબાણ કરી, રિલેશન નહીં રાખે તો તેજાબ ફેંકવાની ધમકી આપી હતી. ફરિયાદીએ આ બાબતે ફરિયાદ આપતા ડીંડોલી પોલીસ સ્ટેશને ૩૫૪, ૩૫૪(ક), ૩૫૪(ઘ), ૫૦૬, ૧૧૪ તથા પ્રોટેક્શન ઓફ ચીલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ (પોક્સો) ૨૦૧૨ ની કલમ- ૧૨,૧૮ મુજબથી ગુનો દાખલ કરાવ્યો હતો. તેમની ફરિયાદ મળતા પોલીસને આ બાબતની ગંભીરતા સમજાઈ ગઈ હતી.
ADVERTISEMENT
ફરાર આરોપી ઝડપાયો
પોલીસ કમિશ્નર સુરત શહેર, અધિક પોલીસ કમિશનર સેક્ટર-૧, નાયબ પો.કમિ.ઝોન-૨, મદદનીશ પો.કમિ. “ડી” ડીવિઝનએ ગુનાની ગંભીરતા સમજી આરોપીઓને પકડી પાડી તેઓની વિરૂધ્ધમાં કડક પગલા લેવા માટે માર્ગદર્શન આપ્યું હતું. જે અંતર્ગત પોલીસ ઇન્સપેક્ટર આર.જે.ચુડાસમા આરોપીઓને સત્વરે પકડી પાડવા માટે સૂચના આપી હતી. સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ હરપાલસિંહ મસાણીએ ટીમ સાથે મળી ગત તા.૦૨/૧૧/૨૦૨૨ ના રોજ આરોપી ધર્મેશ ઉર્ફે ધમુ S/O સજ્જન વામન ખલસેને પકડી પાડી તેના વિરૂધ્ધ પાસા અટકાયતી હેઠળની કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યારે બીજો આરોપી સહીદ ઉર્ફે ચુહા ઉર્ફે આસીફ S/O નઝીરખાન કાદરખાન પઠાણ ઉ.વ.૨૬ રહે. ઘર નં.૫૫૦ બાખડ મહોલ્લો ખ્વાજાનગર માન દરવાજા ફાયર સ્ટેશનની પાછળ સલાબતપુરા સુરત મુળ રહે.આઝાદનગર, સો ફુટ રોડ, ધુલીયા તા.જી.ધુલીયા (મહારાષ્ટ્ર) નાસતો ફરતો હતો. આ દરમ્યાન અ.હે.કો. ભરતભાઇ કોદારભાઇ, દિવ્યેશભાઇ હરીશભાઇ અને મીલીંદ તુકારામને ટીમવર્કથી કામ કરી અંગત હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેક્નીકલ સર્વેલન્સના આધારે ગુનાના મુખ્ય અને રીઢા આરોપી સહીદ ઉર્ફે ચુહા ઉર્ફે આસીફ પઠાણને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવ્યો છે.
પકડાયેલા આરોપીનો ગુનાહીત ઇતિહાસ :-
પકડાયેલા આરોપીના ગુનાનું લિસ્ટ ઘણું લાંબુ છે. અગાઉ આ આરોપી સામે વિવિધ પોલીસ મથકોમાં 16 કેસ નોંધાયેલા છે.
(૧) વરાછા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૧૨૫/૨૦૧૧ ઇ.પી.કો. કલમ- ૩૭૯,૧૧૪ મુજબ
(૨) ખટોદરા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૬૬/૨૦૧૨ ઇ.પી.કો. કલમ-૩૫૬,૩૭૯,૧૧૪ મુજબ
(૩) અઠવાલાઇન્સ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૩૪/૨૦૧૭ ઇ.પી.કો. કલમ-૩૭૯,૧૧૪ મુજબ
(૪) અઠવાલાઇન્સ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૫૨/૨૦૧૭ ઇ.પી.કો. કલમ-૩૭૯,૧૧૪ મુજબ
(૫) સલાબતપુરા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૪૦૫/૨૦૧૭ ઇ.પી.કો. કલમ- ૩૭૯,૧૧૪ મુજબ
(૬) ખટોદરા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૫૭/૨૦૧૭ ઇ.પી.કો. કલમ- ૩૭૯,૧૧૪ મુજબ
(૭) અઠવાલાઇન્સ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૩૬/૨૦૧૭ ઇ.પી.કો. કલમ-૩૭૯,૧૧૪ મુજબ
(૮) સલાબતપુરા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૩૦૨/૨૦૧૮ ઇ.પી.કો. કલમ- ૩૭૯,૧૧૪ મુજબ
(૯) કાપોદ્રા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૨૫૮/૨૦૧૯ ઇ.પી.કો. કલમ-૩૭૯(એ)૩,૧૧૪ મુજબ
(૧૦) સલાબતપુરા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૫૬૩/૨૦૧૯ ઇ.પી.કો. કલમ- ૩૭૯,૧૧૪ મુજબ
(૧૧) સલાબતપુરા પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૨૧૦૦૫૫૨૦૦૯૦૨/૨૦૨૦ ઇ.પી.કો. કલમ-૩૭૯(એ)૩,૧૧૪ મુજબ
(૧૨) સલાબતપુરા પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૨૧૦૦૫૫૨૦૧૧૫૮/૨૦૨૦ ઇ.પી.કો. કલમ-૩૭૯,૧૧૪ મુજબ
(૧૩) વરાછા પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૨૧૦૦૬૦૨૧૧૨૬૨/૨૦૨૧ ઇ.પી.કો. કલમ-૪૩૯,૩૪૧,૩૯૨,૧૧૪ મુજબ
(૧૪) વરાછા પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૨૧૦૦૬૦૨૧૧૪૫૩/૨૦૨૧ ઇ.પી.કો. કલમ-૩૭૯,૧૧૪ મુજબ
(૧૫) મહીધરપુરા પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૨૧૦૦૩૦૨૧૧૨૮૭/૨૦૨૧ ઇ.પી.કો. કલમ-૪૩૯,૩૭૯,૧૧૪ મુજબ
(૧૬) ઉમરા પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૨૧૦૦૪૮૨૧૧૩૯૬/૨૦૨૧ ઇ.પી.કો. કલમ- ૩૭૯,૧૧૪ મુજબ
ADVERTISEMENT
કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ
(૧) પોલીસ ઇન્સપેક્ટર આર.જે.ચુડાસમા
(૨) પોલીસ ઇન્સપેક્ટર એસ.એમ.પઠાણ
(૩) PSI હરપાલસિંહ મસાણી
(૪) ASI એન.ટી.દેશાણી
(૫) HC ભરતભાઇ કોદારભાઇ
(૬) HC દિવ્યેશભાઇ હરીશભાઇ
(૭) HC મીલીંદ તુકારામ
ADVERTISEMENT
(વીથ ઈનપુટઃ સંજયસિંહ રાઠોડ, સુરત)
ADVERTISEMENT