સુરતના હચમચાવી દેનારા CCTV: ચાલતી બસમાંથી વિદ્યાર્થિની રોડ પર પટકાઈ

ADVERTISEMENT

gujarattak
social share
google news

સંજયસિંહ રાઠોડ.સુરતઃ દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લામાં ચાલતી બસમાંથી એક વિદ્યાર્થીની રોડ પર પડી હોવાના CCTV ફૂટેજ તમને હચમચાવી દેશે. બસમાંથી નીચે પડી ગયેલી વિદ્યાર્થિનીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે જ્યાં તેની હાલત જોખમની બહાર હોવાનું કહેવાય છે.

ગરીબ પરિવારની દીકરી માટે આર્થિક મદદ અભિયાન
CCTVમાં કેદ થયેલી આ તસવીરો દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લાના તિચકપુરાની છે. તમે તસવીરોમાં જોઈ શકો છો કે એક સરકારી બસ રોડ પર આગળ વધી રહી છે, તે ઉપરાંત અહીં રોડ પર વાહનો પણ ઝડપભેર આગળ વધી રહ્યા છે. ત્યારે અચાનક એક વિદ્યાર્થીની બસના દરવાજામાંથી રોડ પર નીચે પડી ગઈ હતી. CCTVમાં કેદ થયેલી આ તસવીરો ગત 22 નવેમ્બરની છે પરંતુ આ વીડિયો હાલમાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. સુરત જિલ્લાના માંડવી તાલુકાના વાઘનેરા ગામની રહેવાસી પ્રિયંકા જસવંતભાઈ ચૌધરી જે માર્ગ અકસ્માતનો ભોગ બની હતી. તેને પ્રાથમિક સારવાર સુરતની ખાનગી હોસ્પિટલમાં રાખવામાં આવી હતી, જ્યાં તેને વેન્ટીલેટર પર રાખવામાં આવી હતી. ગરીબ પરિવારમાંથી આવે છે. તેના પિતાના અવસાન પછી પ્રિયંકાની સારવાર માટે આર્થિક મદદ માટે સોશિયલ મીડિયા પર એક અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું હતું. દરમિયાન, ગુજરાતની નવી સરકારના આદિજાતિ મંત્રી કુંવરજી હરપતિએ ઘાયલ પ્રિયંકા ચૌધરીને શક્ય તમામ મદદની ખાતરી આપી છે.


 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT