ખેડૂતોને દિવસે વીજળી મળે તેના માટે સરકાર પ્રયત્નો કરી રહી છેઃ રાઘવજી પટેલે રાજકોટમાં કહ્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

રાજકોટઃ રાજકોટના પ્રભારી તરીકેની જવાબદારી મળ્યા પછી પહેલી વખત ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેલ રાજકોટની મુલાકાતે આવ્યા હતા. દરમિયાન તેમણે ખેડૂતોના પ્રશ્નોને લઈને સરકાર શું વિચારી રહી છે અને કઈ દિશામાં પગલાઓ લઈ રહી છે તે જણાવવાનો પ્રયત્ન કર્યો હતો. તેમણે અહીં ખાતરની અછત ઉપરાંત ખેડૂતોને વીજળી આપવા સહિતના મુદ્દાઓને લઈને વાત કરી હતી.

ખેડૂતોને વીજળી અંગે શું કહ્યું
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની નવી ઈનિંગમાં કૃષિ મંત્રી તરીકેની જવાબદારી સંભાળી રહેલા રાઘવજી પટેલને રાજકોટના પ્રભારી બનાવવામાં આવ્યા હતા. પ્રભારી તરીકેની કામગીરી મળી આવ્યા પછી રાઘવજી પટેલ અહીં રાજકોટમાં આજે શનિવારે પહેલી વખત આવ્યા હતા. તેમણે અહીં ખેડૂતોના પ્રશ્નો અંગે વાત કરતા કહ્યું કે, ખેડૂતોને દિવસે વીજળી આપવા મામલે સરકાર પ્રયત્નશીલ છે અને પ્રયત્નો કરી રહી છે. તેમણે કહ્યું કે હું પણ ખેડૂત છું મેં પણ રાત્રે પાણી વાળ્યા છે. ખેડૂતોને દિવસે વીજળી મળે તે માટે બીજા ફેઝનું કામ ચાલુ છે. ખેડૂતોને દિવસે વીજળી મળી તે માટે પુરા પ્રયત્નો થઈ રહ્યા છે અને તે સફળ થશે.

ખાતરની અછત અંગે રાઘવજીએ શું કહ્યું?
તેમણે કહ્યું કે રાજકોટના આજી રિવર ફ્રન્ટ મામલે તેમણે કહ્યું કે રાજકોટના વિકાસના કામોમાં ક્યાંય કચાસ નહીં રહે. રાજકોટ મહાનગર પાલિકા દ્વારા રિવર ફ્રન્ટનું કામ ઝડપથી શરૂ કરવામાં આવશે. રાજકોટના પ્રભારી બન્યા પછી હું પહેલી વખત રાજકોટ આવ્યો છું અને તમામ વિકાસ કામો ઝડપી શરૂ થશે. તેમણે ખાતરની અછત મામલે કહ્યું કે, ગુજરાતમાં હાલ ખાતરની કોઈ અછત નથી. જે મંડળીઓએ ખાતરની મોડી માગ કરી રહી છે ત્યાં અછત છે પરંતુ ત્યાં ખાતર ઝડપથી પહોંચાડવામાં આવશે.

ADVERTISEMENT

(વીથ ઈનપુટઃ તેજસ શિશાંગિયા, રાજકોટ)

    follow whatsapp

    ADVERTISEMENT