જુનાગઢઃ અવિશ્વાસ પ્રસ્તાવ થતા જ ભેંસાણ તાલુકા પંચાયત પ્રમુખે આપ્યું રાજીનામું

ADVERTISEMENT

gujarattak
social share
google news

જુનાગઢઃ ભેંસાણ તાલુકા પંચાયતમાં હાલમાં ધમાસાણ ચાલી રહ્યું છે. તાલુકા પંચાયતમાં અવિશ્વાસનો પ્રસ્તાવ સામે આવતા જ તાલુકા પંચાયત પ્રમુખે રાજીનામુ ધરી દીધું છે. તેમનું કહેવું છે કે તેમની વિરુદ્ધમાં મુદ્દા આધારિત નહીં પણ સંખ્યા આધારિત રાજકારણ થયું છે તેના લીધે પોતે રાજીનામુ આપ્યું છે. સાથે એવું પણ જાણવા મળી રહ્યું છે કે પાર્ટી બદલવા કરતા પદ્દ છોડવું વધું સારુ છે.

મુદ્દાને બદલે સંખ્યાનું રાજકારણ રમાયાનો આક્ષેપ
જુનાગઢની ભેંસાણ તાલુકાની પંચાયતમાં હાલ જબ્બરનું રાજકારણ ખેલાઈ રહ્યું છે. આ રાજકારણ વચ્ચે તાલુકા પંચાયતમાં અવિસ્વાસનો પ્રસ્તાવ પણ સામે આવ્યો છે. તાલુકા પંચાયતના 14 સભ્યો દ્વારા અવિશ્વાસનો પ્રસ્તાવ મુકતા તાલુકા પંચાયતના પ્રમુખ રમાબેન ભાવેશભાઈ ત્રાપસીયાએ જિલ્લા વિકાસ અધિકારીને પત્ર લખીને રાજીનામુ આપ્યું છે. તેમણે અવિશ્વાસ થાય તેવું એક પણ કામ નહીં કર્યું હોવાનો પણ પત્રમાં લખ્યું છે. સાથે જ પોતાની વિરુદ્ધમાં મુદ્દાને બદલે સંખ્યાને આધારે રાજકારણ રમાયું હોવાનું પણ તેમણે કહ્યું છે.

રાજીનામામાં વ્યક્ત કરી લાગણી
અત્યાર સુધી અવિશ્વાસ થાય તેવું એક પણ કામ કર્યું નથી. ઠીક છે, પણ મારી વિરુદ્ધ મુદ્દા આધારિત નહીં પણ સંખ્યા આધારિત રાજકારણને કારણે આવેલા અવિશ્વાસ પ્રસ્તાવનું હું સ્વાગત કરું છું અને અત્યાર સુધી સહકાર આપનારા તમામ સભ્યો અને તાલુકા પંચાયતના અધિકારીઓ, ઉપરાંત તમામ કર્ચમારીઓનો આભાર માનું છું. મારા અનુગામી પ્રમુખને અભિનંદન અને તાલુકા પંચાયતના સભ્ય તરીકે સાથ સહકારની ખાતરી સાથે ભેસાણ તાલુકા પંચાયતના પ્રમુખ પદેથી રાજીનામુ આપું છું. જે તત્કાલ મંજુર કરવા આપને મારી વિનંતી છે.

ADVERTISEMENT

(વીથ ઈનપુટઃ ભાર્ગવી જોશી, જુનાગઢ)

    follow whatsapp

    ADVERTISEMENT