31 ડિસેમ્બરે ગુજરાત પોલીસ દ્વારા થઈ રહ્યું છે આવું ચેકિંગ- જુઓ Video
ગોધરાઃ ગુજરાતમાં દારુબંધી છે જોકે તેની અમલવારીને લઈને પણ ઘણા વિવાદો છે ત્યારે હાલમાં વર્ષ 2022ને ગુડબાય અને 2023ને વેલકમ કરવામાં લોકો ઉજવણીઓ કરતા હોય…
ADVERTISEMENT
ગોધરાઃ ગુજરાતમાં દારુબંધી છે જોકે તેની અમલવારીને લઈને પણ ઘણા વિવાદો છે ત્યારે હાલમાં વર્ષ 2022ને ગુડબાય અને 2023ને વેલકમ કરવામાં લોકો ઉજવણીઓ કરતા હોય છે. જોકે કાયદેસરની ઉજવણીથી પોલીસને ક્યારેય વાંધો રહ્યો નથી પરંતુ આ દરમિયાનમાં નશીલા દ્રવ્યોનું સેવન, ગેરકાયદે પ્રવૃત્તિઓ વગેરેને લઈને પોલીસને હાલના દિવસોમાં સતત દોડતું રહેવું પડે છે. હાલ ગુજરાત પોલીસ દ્વારા ઠેરઠેર ચેકિંગથી લઈને કાયદો વ્યવસ્થા યથાવત રહે તે માટે વિવિધ કામગીરીઓ હાથ ધરવામાં આવી છે ત્યારે ગોધરા જિલ્લામાં નશીલા પદાર્થોની હેરફેર ન થાય, સેવન ન થાય કે પછી પાર્ટીના નામે કોઈ ગેરકાયદે પ્રવૃત્તિઓ ન થાય તેના માટે તંત્ર સજ્જ બન્યુ છે.
કિંજલ દવેના પાવગઢના પર્ફોમન્સ વખતે તોડફોડ, થયો લાઠીચાર્જ, શૉ અધૂરો મુકી નીકળી જવું પડ્યું
31 ડિસેમ્બરને લઈને પોલીસ તંત્ર એલર્ટ
31 ડિસેમ્બરને લઈને આજે ઝાલોદ ડિવિઝનના ડીએસપી તેમજ પીએસઆઇ સહિતનો કાફલો ધાવડિયા ચેકપોર્ટ પર રાજસ્થાન તેમજ ગુજરાત સરહદમાં આવે ચેકપોટૅ પર અવરજવર કરતા વાહનો પર પોલીસ તંત્રની સતત ચેક કરી રહ્યો છે. કોઈ નશીલા પદાર્થ, દારૂ તેમજ અન્ય કોઈ ચીજ વસ્તુ ગુજરાતમાં ન લાવે તે માટે આજે ઝાલોદ ડિવિઝનનો કાફલો ધાવડિયા ચેકપોસ્ટ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
ગુજરાત અને રાજસ્થાની સરહદ પર આવી રીતે પોલીસ કરી રહી છે વાહનો ચેક, જુઓ વીડિયો#Gujarat #Rajasthan #party #NewYear pic.twitter.com/4soeIQ2ey8
— Gujarat Tak (@GujaratTak) December 31, 2022
ADVERTISEMENT
BREAKING: અ’વાદમાં BRTS બસ ભડકે બળી, ધુમાડાના કાળા વાદળો ઘેરાયા; ફાયર બ્રિગેડની ટીમ હાજર
પોલીસ અધિકારી શું કહે છે?..
ગોધરાના ડીવાયએસપી એસ બી કુંભાવતે કહ્યું કે, આજે 31 ડિસેમ્બર છે અને ત્યારે ઉજવણીઓ થતી હોય છે જેના તકેદારીઓના ભાગરૂપે 29, 30 અને આજે 31એ પણ પોલીસ દ્વારા નાકાબંધી, વાહન ચેકિંગ સહિતની કામગીરી કરવામાં આવી છે. જિલ્લામાં 31 જગ્યાઓ, દરેક બે પોલીસ સ્ટેશન વચ્ચે નાકાઓ નક્કી કરાયા છે, ત્યાં વાહન ચેકિંગ, બ્રેથ એનાલાઈઝરથી ચેકિંગ કરવામાં આવશે. કોઈએ નશીલા પદાર્થનું સેવન કર્યાનું સામે આવશે તો તેની સામે કાર્યવાહી થશે. જિલ્લાના મુખ્ય એન્ટ્રી પોઈન્ટ્સ પર ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી છે.
(વીથ ઈનપુટઃ શાર્દૂલ ગજ્જર, ગોધરા)
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT