સરકારના ખેડૂતો માટેના ફાંકાઓ વચ્ચે GEBનું કારસ્તાન, જાણો શું કર્યું
અરવલ્લીઃ હાલમાં જ ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેલે નિવેદન આપ્યું હતું કે, ખેડૂતોને દિવસે વીજળી મળે તે માટે સરકાર પ્રયત્નશીલ છે. ત્યાં તો જીઈબી (Gujarat…
ADVERTISEMENT
અરવલ્લીઃ હાલમાં જ ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેલે નિવેદન આપ્યું હતું કે, ખેડૂતોને દિવસે વીજળી મળે તે માટે સરકાર પ્રયત્નશીલ છે. ત્યાં તો જીઈબી (Gujarat Electricity Board) દ્વારા અરવલ્લીમાં મોડાસા તાલુકાના ખેડૂતોને અપાતી વીજળીનો સમય અચાનક દિવસને બદલે રાત્રીનો કરી દીધો છે. હાલમાં હાડથીજ ઠંડીના સમયમાં ખેડૂતોને રાત્રે પાણી વાળવા જવું પડે તે કેટલું મુશ્કેલી ભર્યું હોઈ શકે છે તેનો અંદાજ આપ લગાવી શકો છો. આ તરફ સરકારની ખેડૂતો માટેની નીતિઓની જાહેરાતો અને નિવેદનો વચ્ચે જીઈબીએ તો સાવ વિરુદ્ધનું જ કામ કર્યું હોય તેવો ઘાટ ઘડાયો છે. આ કારણે ખેડૂતો અહીં જીઈબીની ઓફીસે રજૂઆત કરવા આવ્યા હતા. જોકે અહીંથી તેમને સંતોષ કારક જવાબ નહીં મળે તો તેઓ હજુ પણ ઉગ્ર રજૂઆત કરશે તેવી તેમણે ચીમકી ઉચ્ચારી છે.
શેરીમાં રમતી બાળકી પર કૂતરાએ હૂમલો કર્યો, બચાવવા આવેલા મહિલાને પણ ભર્યું બચકું
ખેડૂતો પરોઢીએ ખેતર પહોંચ્યા અને પાણી ન આવ્યું
મોડાસા તાલુકાના ખેડૂતોને વીજળીની સમયસ્યાઓને લઈને ચિંતા વધી છે. જીઈબી દ્વારા અગાઉ તેમને દિવસની વીજળી આપવામાં આવતી હતી. જોકે તે પણ વહેલી સવારે 5 વાગ્યાના અરસામાં અપાતી હતી. તે સમય બદલી નાખીને જીઈબીએ રાત્રીના દસ વાગ્યાના સમયે વીજળી આપવાનું શરૂ કરી દીધુ છે. જેના કારણે નાની ચીચણો સહિતના 10 ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોને મુશ્કેલીનો સમય શરૂ થયો છે. ખેડૂતોએ તુરંત આ મામલે જીઈબી પહોંચીને અરજી આપી રજૂઆત કરી છે. ખેડૂતોનું કહેવું છે કે આ અંગે જીઈબીના તંત્ર દ્વારા અમને કોઈ જાણ પણ કરવામાં આવી નથી. જેના કારણે જ્યારે આજે સવારે ખેડૂતો વહેલી પરોઢે ખેતરમાં પહોંચ્યા તો પાણીની રાહ જોઈને થાક્યા પછી પુછપરછ કરી તો ખબર પડી કે હવેથી પાણી રાત્રે આવશે. જેના કારણે તેઓ જીઈબી પર રુબરુ રજૂઆત કરવા આવ્યા છે. તેમણે આ ઉપરાંત કહ્યું કે, જો અમને તેનો સંતોષકારક જવાબ નહીં મળે તો અમે હજુ વધુ ઉગ્ર રીતે રજૂઆત કરીશું.
#Aravalli મોડાસામાં ખેડૂતોને અપાતી વીજળીનો સમય અચાનક સવારને બદલે રાતનો કરી દેવાતા ઠંડીમાં પરેશાન થયા #Farmers. ખેડૂતોએ GEBની કચેરી પર કરી રજૂઆત.- #Video #Gujarat #GujaratTak pic.twitter.com/x3u5M0yp8c
— Gujarat Tak (@GujaratTak) January 9, 2023
(વીથ ઈનપુટઃ હિતેશ સુતરિયા, અરવલ્લી)
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT