અમદાવાદઃ હોસ્પિટલમાં જતા માતા-પુત્રીના CCTV આવ્યા સામે, રહસ્યમય મોત અંગે ACPએ શું કહ્યું
અમદાવાદઃ અમદાવાદ શહેરના કાગડાપીઠ વિસ્તારની એક ડો. અર્પિત શાહની ખાનગી હોસ્પિટલમાંથી બે લાશ મળતા ચકચાર મચી ગઈ છે. હોસ્પિટલમાંથી મળેલી આ બંને લાશો માતા-પુત્રીની હોવાનું…
ADVERTISEMENT
અમદાવાદઃ અમદાવાદ શહેરના કાગડાપીઠ વિસ્તારની એક ડો. અર્પિત શાહની ખાનગી હોસ્પિટલમાંથી બે લાશ મળતા ચકચાર મચી ગઈ છે. હોસ્પિટલમાંથી મળેલી આ બંને લાશો માતા-પુત્રીની હોવાનું સામે આવ્યું છે. હોસ્પિટલમાં લાશ કેવી રીતે મળી તે હાલ પ્રશ્ન ઊભા થયા છે. કારણ કે એક લાશ કબાટમાંથી મળી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી કરી રહી છે ત્યારે હોસ્પિટલના તંત્ર પર પણ શંકાઓ ઉપજી રહી છે. હોસ્પિટલના સીસીટીવીને લઈને કેટલીક વિગતો સામે આવી રહી છે કે તે ડોક્ટરના ગયા પછી થોડા સમય માટે બંધ હતા. પોલીસે કરેલી તપાસ અંગે એસીપીએ ગુજરાત તક સાથેની વાતચિતમાં શું કહ્યું આવો જાણીએ.
#Ahmedabad માં માતા-પુત્રીની રહસ્યમય સંજોગોમાં હોસ્પિટલમાંથી મળી આવેલી લાશની ઘટનામાં પોલીસે તપાસ્યા #CCTV સવારે જ હોસ્પિટલ આવ્યા પછી કબાટમાંથી મળી હતી લાશ, પોલીસે એકની કરી અટકાયત#Gujarat #GujaratTak pic.twitter.com/rzV15G9PXe
— Gujarat Tak (@GujaratTak) December 21, 2022
લાશમાંથી કોઈ ગંધ આવતી ન હતી- પોલીસ
અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં આવેલા ભુલાભાઈ પાર્ક પાસેની એક ખાનગી હોસ્પિટલ ડો. અર્પિત શાહ કે જે કાન, નાક, ગળાના સર્જન છે તેમની હોસ્પિટલમાંથી બે લાશ બુધવારે સવારે મળી આવી હતી. અમદાવાદ પોલીસને આ અંગે જાણ કરવામાં આવતા પોલીસે તપાસ શરૂ કરી હતી. એસીપી મિલાપ પટેલે ગુજરાત તક સાથેની વાતચિતમાં કહ્યું હતું કે, લાશમાંથી કોઈ ગંધ આવતી ન હતી, આજે સવારે જ તેઓ અહીં આવ્યા હોવાનું સીસીટીવીમાં દેખાય છે. અહીંનો સ્ટાફ જ્યારે કબાટ કે જેમાં ગેસનો બોટલ મુકાયો છે ત્યાં કપડું લેવા ગયો ત્યારે તેમને લાશ જોવા મળી હતી. આ અંગે અમે શંકાના આધારે હોસ્પિટલના એક કમ્પાઉન્ડરની પુછપરછ શરૂ કરી છે. આ એ જ વ્યક્તિ છે જે મૃતક ભારતી વાળાના પતિ લક્ષ્મણના સંબંધમાં થાય છે. તેનું નામ મનસુખ છે. આ બંને સવારે એલજી હોસ્પિટલમાં સારવાર માટે જવાના હતા પરંતુ તેણે તેમને અહીં બોલાવ્યા હતા.
ADVERTISEMENT
પ્રારંભીક ધોરણે ઈન્જેક્શન અપાયાનું સામે આવ્યું
તેમણે કહ્યું કે, બીજી લાશ આ સ્થળની બીલકુલ બાજુમાં આવેલા રૂમમાંથી મળી હતી. હાલ જ સ્થળ ઈન્વેસ્ટિગેશન અને અન્ય કાર્યવાહીઓ પછી લાશનું પોસ્ટ મોર્ટમ કરવાની તજવીજ હાથ ધરાઈ છે. એફએસએલના રિપોર્ટ પછી તેમના મૃત્યુના કારણ અંગેની સચોટ માહિતી સામે આવી જશે. હાલ પ્રારંભીક ધોરણે સામે આવી રહ્યું છે કે તેમને કોઈ પ્રકારનું ઈન્જેક્શન આપવામાં આવ્યું હતું. જોકે કમ્પાઉન્ડર લાંબા સમયથી અહીં નોકરી પર હોવાને કારણે કદાચ તેને એટલી જાણકારી હતી કે સીસીટીવીનો પાવર ઓફ ક્યાંથી અને કેવી રીતે થાય છે. ઉલ્લેખનીય છે કે ભારતીના લગ્નને છ વર્ષ વિતી ચુક્યા છે પરંતુ છેલ્લા છ મહિનાથી તે રિસામણે હોઈ પીયર શાહવાડીમાં રહેતી હતી. તેઓ આજે જે હોસ્પિટલમાં આવ્યા હતા ત્યાંના ડોક્ટરના ગયા પછી સીસીટીવી બંધ કરી દેવાયા હતા.
ADVERTISEMENT