અરવલ્લીઃ બક્ષીપંચ છાત્રાલયમાં ધો-8ના વિદ્યાર્થીની લટકતી લાશ મળી, માતા ત્યાં જ બેભાન
અરવલ્લીઃ અરવલ્લીના માલુપરમાં આવેલી એક બક્ષીપંચની છાત્રાલયમાં ધોરણ 8ના વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો છે. પોતાની શાળાના ક્લાસમાં જ આ બાળકની લાશ લટકતી હાલતમાં મળી આવતા…
ADVERTISEMENT
અરવલ્લીઃ અરવલ્લીના માલુપરમાં આવેલી એક બક્ષીપંચની છાત્રાલયમાં ધોરણ 8ના વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો છે. પોતાની શાળાના ક્લાસમાં જ આ બાળકની લાશ લટકતી હાલતમાં મળી આવતા ભારે ચકચાર મચી હતી. બનાવની જાણ પોલીસને થતા પોલીસ સ્થળ પર દોડી આવી છે. પ્રારંભીક ધોરણે આ આત્મહત્યાની ઘટના હોવાનું સામે આવ્યું છે. જોકે પોલીસે તમામ દિશાઓમાં તપાસ હાથ ધરી છે. હજુ પણ (આ લખાય છે ત્યારે) આ બાળકની આત્મહત્યા પાછળનું રહસ્ય અકબંધ છે. બાળકે જો આત્મહત્યા કરી છે તો કયા કારણથી કરી હોઈ શકે તે અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે.
વ્હાલા સંતાનના મોતના સમાચાર માતા માટે વજ્રઘાત
માલપુરના ગોવિંદપુર કંપા ગામે આવેલા બક્ષીપંચ છાત્રાલયમાં આજે શુક્રવારે બપોરે એક ચકચારી ઘટના બની છે. આ ઘટનામાં અહીં અભ્યાસ કરતાં ધોરણ 8ના વિદ્યાર્થીની લાશ મળી આવી છે. આ વિદ્યાર્થીની લાશ છાત્રાલયના રૂમમાંથી જ મળી આવી છે જેના કારણે ભારે અચરજ સાથે લોકોમાં આ ઘટના ચર્ચાનો વિષય બની છે. કિશોરની લાશ લટકતી હાલતમાં હતી જે નજીકના ડબારણ ગામનો રહેવાસી હતો. જેના કારણે લાશ અંગેની જાણકારી પોલીસ અને વિદ્યાર્થીના પરિવારને કરવામાં આવી હતી. જ્યારે અહીં તેની માતા અને પરિવારજનો દોડી આવ્યા ત્યારે માતા તો ત્યાં જ ઘટના સ્થળ પર જ બેભાન થઈ ગયા હતા. પોતાના વ્હાલા સંતાનની લાશ નજર સામે પડી હોય અને માતા સ્વસ્થ કેવી રીતે રહી શકે બસ તે જ કારણે અચાનક તેઓ સાવ બેસુદ બન્યા હતા અને બાદમાં બેભાન થઈ ગયા હતા. તેમને સારવાર માટે તુરંત 108 એમ્બ્યૂલન્સથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT