આણંદઃ 3000 લાંચ માગી તો ના આપી, ફરીથી કામ કરાવા ગયા તો 3500 માગ્યા, પછી જબ્બર ભેરવાયા

ADVERTISEMENT

gujarattak
social share
google news

હેતાલી શાહ.આણંદઃ અવારનવાર લાંચીયા અધીકારીઓ ઝડપાઈ રહ્યા છે. આજે વધુ એક લાંચીયા અધીકારી આણંદના ખંભાતમાંથી ઝડપાયા છે. જેમાં સીટી સર્વેની કચેરીમાં પ્રોપર્ટી કાર્ડમાં નામ ટ્રાન્સફર કરવા માટે સીટી સર્વે કચેરીના ઇન્ચાર્જ મેન્ટેનન્સ સર્વેયર-2ના હોદા પર કામ કરતા આરીફખાન મુસ્તુફાખાન પઠાણે ફરિયાદી પાસેથી 3500 રૂપીયાની લાંચ માગી હતી. જોકે પહેલા જ્યારે આ વ્યક્તિ કામ માટે ગયા ત્યારે 3000 સુધીનો ખર્ચો થશે તેવું કહ્યું હતું ત્યારે આ વ્યક્તિએ રૂપિયા આપવાની ના પાડી દીધી અને પછી જ્યારે સમય જવા છતા કામ ન થયું તો આ વ્યક્તિએ ફરી તેમનો સંપર્ક કર્યો ત્યારે ભાવ જાણે વધી ગયો હોય તેમ 3500 રૂપિયા કહ્યા હતા. એસીબી એ છટકુ ગોઠવી લાંચ સ્વીકારતા કર્મચારીને રંગે હાથ ઝડપી પાડ્યા છે.

લાંચ લેતા રંગે હાથ ઝડપાયા
મળતી માહિતી અનુસાર, આણંદ જીલ્લાના ખંભાતમાં તાલુકા સેવા સદનની સીટી સર્વેની કચેર મા ઇન્ચાર્જ મેન્ટેનન્સ સર્વેયર-૨ના હોદા પર તથા રેગ્યુલર આણંદ જીલ્લાના તારાપુરમાં મેઈન્ટેનન્સ સર્વેયર વર્ગ 3 ના હોદા પર આરીફખાન મુસ્તુફાખાન પઠાણ ફરજ બજાવે છે. આજે શુક્રવારે આણંદ જીલ્લાના ખંભાતમાં તાલુકા સેવા સદન ખાતે આવેલ સીટી સર્વે કચેરીમાં ફરિયાદીએ ખંભાત ખાતે ઝંડા ચોક, લાલાજીની પોળ પાસે આવેલા આશરે 220 ચોરસ ફૂટ જેટલી ખુલ્લી જમીન જેનો સીટી સર્વે નં-2/771 ની રૂ.99,500/- ખરીદી કરી છે. જેનો દસ્તાવેજ નં. 2548/2022 નો ખંભાત સબ-રજીસ્ટ્રાર કચેરી ખાતે નોંધાવ્યો હતો. ત્યારબાદ ફરિયાદીએ આ દસ્તાવેજ આધારે સીટી સર્વે કચેરી, ખંભાત ખાતે ફેરફાર નોંધ તથા પ્રોપર્ટીકાર્ડમાં નામ દાખલ કરવા માટે ગત તારીખ ૨૯/૦૯/૨૦૨૨ ના રોજ અરજી કરી હતી. જે અન્વયે આક્ષેપિતે ફરિયાદીનો ટેલીફોનીક સંપર્ક કરી તેમની અરજી રિજેક્ટ થઇ હોવાનું જણાવ્યું હતું. જેને લઈને ફરિયાદી ગત તારીખ 4/11/2022 ના રોજ આરીફખાનને તેમની કચેરી ખાતે રૂબરૂ મળતાં આરીફખાને ફરિયાદી પાસે સીટી સર્વે કચેરીમાં ફેરફાર નોંધ કરવા માટે રૂ. 2500 થી રૂ. 3000 સુધીનો ખર્ચ થશે તેમ જણાવી લાંચની માંગણી કરી હતી. પરંતુ ફરિયાદી આ લાંચના નાણા આપવા સહમત થયા નહીં. સમય વિતવા છતાં પણ ફરિયાદીનું કામ ન થયું અને સતત લટકતું રહ્યું. ફરિયાદી ફરીથી ગત તારીખ 20/12/2022 ના રોજ આક્ષેપિતની કચેરી ખાતે તેઓને મળવા ગયા હતા. પોતાના કામ સંબંધે વાત કરી આરીફખાને અગાઉ ફરીયાદી પાસે કરેલ લાંચની માંગણી અનુસંધાને તમામ ખર્ચા સાથે રૂ. 3500/- આપવાની વાત કરતાં આરીફખાન આ લાંચના નાણા લેવા માટે સહમત થયા હતા. તેમજ ફરિયાદી આ લાંચના નાણા આરીફખાનને આપવા ઇચ્છતા ન હોય ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ કરી હતી. જેના આધારે આણંદ તથા ખેડા એ.સી.બીની ટીમે છટકું ગોઠવ્યું હતું. જેમાં આરીફખાને ફરિયાદી સાથે પંચ- 1 ની હાજરીમાં હેતુલક્ષી વાતચીત કરી લાંચના નાણા સ્વીકારતા રંગે હાથ ઝડપાયા હતા. પોલીસે આરોપીને ઝડપી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT