ઋષિ સુનકે પ્રમુખ સ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવ પર શું આપ્યો સંદેશ
અમદાવાદઃ ગુજરાતના અમદાવાદમાં BAPS સંસ્થાના પ્રખર વ્યક્તિત્વ તરીકે જાણિતા પ્રમુખ સ્વામી મહારાજની ખ્યાતી દેશમાં જ નહીં વિદેશોમાં પણ એટલી જ પહોંચી છે. હાલમાં જ યુકેના…
ADVERTISEMENT
અમદાવાદઃ ગુજરાતના અમદાવાદમાં BAPS સંસ્થાના પ્રખર વ્યક્તિત્વ તરીકે જાણિતા પ્રમુખ સ્વામી મહારાજની ખ્યાતી દેશમાં જ નહીં વિદેશોમાં પણ એટલી જ પહોંચી છે. હાલમાં જ યુકેના પ્રધાનમંત્રી તરીકે પદભાર સંભાળનારા ઋષિ સુનક દ્વારા પણ આ શતાબ્દી પ્રસંગે વીડિયો સંદેશ થકી લોકોને શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી હતી. સાથે સંસ્થા દ્વારા યુકે માટે કરાયેલા કામોને લઈને આભાર પણ માન્યો હતો.
સુનકે કોરોના વખતની સેવાને યાદ કરી
ઋષિ સુનકે કહ્યું કે, મહાન સ્વામી મહારાજને નમસ્તે અને તમામને જય સ્વામીનારાયણ, આ ખાસ પ્રસંગે મારા માટે ગર્વની વાત છે કે મને તમને મારી વાત વ્યક્ત કરવાની તક મળી છે. બીજાઓ માટે જીવનારા પ્રમુખ સ્વામી મહારાજે ઉંડી છાપ છોડી છે. યુકેમાં નેસડેનના ભવ્ય મંદિર થકી તેઓ અમારા પ્રેરણાદાયી બન્યા. અમારી લંડન સ્કાયલાઇનના પ્રખ્યાત સ્થાનેથી સ્થાનિક સમુદાય માટે સેવાઓ તરીકે ખૂબ જાણીતી છે. પ્રમુખ સ્વામી મહારાજે સમસ્ત યુકેને પ્રેરણા આપી છે, કોરોના સમયે તેઓની પ્રેરણા સાથે ન માત્ર હિન્દુ સમાજ માટે પરંતુ બીજા ઘણા લોકો માટે ખડે પગે થયા છે. અમારા આઈકોનીક વેમ્બલી સ્ટેડિયમમાં તેમના કામો અને અમારા દેશ માટે કરાયેલા કાર્યોને લઈને ભાવાંજલી આપવામાં આવી છે. પ્રમુખ સ્વામી મહારાજની 100મી જન્મજયંતીને લઈને તેમણે શુભકામનાઓ પણ આપી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT