પીઢ અભિનેત્રી ચારુબેન પટેલનું 86 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન, ગુજરાતી ફિલ્મ જગત શોકમગ્ન
ગુજરાતી ફિલ્મ જગતમાંથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. પીઢ અભિનેત્રી અને ગુજરાત ગૌરવ પુરસ્કારથી સન્માનિત ચારૂબેન પટેલનું આજે 86 વર્ષની વયે હાર્ટ એટેકથી…
ADVERTISEMENT
ગુજરાતી ફિલ્મ જગતમાંથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. પીઢ અભિનેત્રી અને ગુજરાત ગૌરવ પુરસ્કારથી સન્માનિત ચારૂબેન પટેલનું આજે 86 વર્ષની વયે હાર્ટ એટેકથી અવસાન થયું છે. ચારુબેન પટેલના નિધનથી ગુજરાતી ફિલ્મ જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.તો ચારુબેનના અવસાનથી બાકરોલ ગામમાં પણ હાલ શોકનો માહોલ છવાયો છે.
કરમસદની હોસ્પિટલમાં ચાલી રહી હતી સારવાર
ADVERTISEMENT
86 વર્ષીય ચારુબેન પટેલના પગમાં ફેક્ચર થતાં તેઓને કરમસદની કૃષ્ણ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં છેલ્લા 15 દિવસથી તેમની સારવાર ચાલી રહી હતી. ત્યારે આજે સવારે હોસ્પિટલમાં દાખલ ચારુબેનને હાર્ટ એટેક આવ્યો હતો અને તેઓનું નિધન થયું હતું.
રવિવારે કરાશે અંતિમ સંસ્કાર
ADVERTISEMENT
હાલ ચારૂબેન પટેલના પાર્થિવદેહને કરમસદ કૃષ્ણ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ચારુબેન પટેલના રવિવારે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
ADVERTISEMENT
નાટકો અને ધારાવાહિકમાં કામ કર્યું
આપને જણાવી દઈએ કે, ચારુ માં તરીકે ઓળખાતા ચારુબેન પટેલ પાલવડે બાંધી પ્રિત, મૈયરમા મનડુ નથી લાગતું ફિલ્મમાં દમદાર રોલથી પ્રસિદ્ધ થયા હતા. ‘મામાનું ઘર કેટલે’ અને ‘એક ડાળના પંખી’ ગુજરાતી ધારાવાહિક ઉતરાંત ચારુબેન પટેલે અસંખ્ય ગુજરાતી ચલચિત્રો, નાટકો, ધારાવાહિકમાં અભિયન કરીને ગુજરાતી લોકોના હૃદયમાં સ્થાન મેળવ્યું હતું.
ગુજરાત ગૌરવ પુરસ્કારથી કરાયા હતા સન્માનિત
તેઓને ગુજરાત ગૌરવ પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. ચારૂબેન છેલ્લા ઘણા સમયથી આણંદના બાકરોલમાં રહેતા હતા. આજે સવારે એકાએક હાર્ટએટેકથી ચારૂબેનનું અવસાન થતાં ગુજરાતી ફિલ્મજગતમાં દુઃખની લાગણી વ્યાપી ગઈ છે.
WITH INPUT: હેતાલી શાહ
ADVERTISEMENT