ગાંધીનગરથી રિસર્ચ ટીમ સતત ભૂકંપ અનુભવી રહેલા મિતિયાળામાં આવી લોકોને આપી આ જાણકારી

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમરેલીઃ સવારકુંડલાના મિતિયાળામાં છેલ્લા કેટલાક સમયથી સતત અવારનવાર આવતા ભૂકંપના આંચકાઓથી મિતિયાળા વાસીઓની ઊંઘ હરામ થઈ ગઈ છે. આજે બુધવારે ગાંધીનગર ખાતેથી સિસમોલોજી ડિઝાસ્ટર મેન્જેમેન્ટ ટીમ સાથે મિતિયાળા ગામે આવ્યા હતા. મિતિયાળા વાસીઓ સાથે તેમણે બેઠક કરીને જમીનમાં થતી હલચલ અંગે જાણકારી આપી હતી.

અમરેલી ઝોન 3માં આવે છે ગભરાશો નહીંઃ ડો. શિવમ
અત્યાર સુધીમાં જે ભૂકંપના આંચકાઓ આવ્યા તેની વિશેષ જાણકારી સાથે જણાવ્યું હતું કે, જમીનના પેટાળમાં 6400 કિલોમીટરમાં થતી મધ્ય કેન્દ્રમાં હલચલને કારણે નાના નાના આંચકાઓ આવે છે. ગુજરાતમાં સૌથી વધુ ભૂકંપના આંચકાઓ કચ્છમાં આવે છે તે ઝોન 1 માં આવે છે. બીજા ઝોનમાં રાજકોટ જામનગર જેવા મહાનગરો આવે છે. જ્યારે અમરેલી જિલ્લો ઝોન 3 માં આવતો હોવાનું ગાંધીનગર સિસમોલોજી સેન્ટ ના સાયન્ટીસ્ટ ડો. શિવમ જોશી અને ડો.વિનય દ્વિવેદીએ મિતિયાળા વાસીઓને જણાવ્યું હતું. તેમણે એવું પણ કહ્યું કે, નાના નાના ભૂકંપના આંચકાઓથી ગભરાવાની જરૂર નથી. રાજ્યભરમાં સિસમોલોજી સેન્ટર માટે 152 જેટલા મશીનો આખા ગુજરાતમાં મુકવામાં આવ્યા છે. લોકોને અપીલ કરવા સાથે સમજાવટ કરી હતી કે, ભૂકંપથી ડરવાની જરૂર નથી.

ગાંધીનગર સિસમોલોજી સેન્ટરની ટીમના સાથે સાવરકુંડલા મામલતદાર, ટી.ડી.ઓ. અને અમરેલી ડીઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા મિતિયાળા વાસીઓને ગભરાવાની જરૂર ન હોવાનું જણાવતા મિતિયાળાના સરપંચ દ્વારા ગાંધીનગરથી ટીમ મશીન લઈને આવશે અને ભૂકંપના આંચકાઓ ક્યાંથી આવે છે એવું વિચારતા હતા પણ ગાંધીનગરથી આવેલી ટીમે માત્ર ધરપત આપી હોવાનું સરપંચે જણાવ્યું હતું.

ADVERTISEMENT

સિંહ દીપડાથી નથી લાગતો એટલો ડર ભૂકંપનો લાગે છે- મિતિયાળાના વાસીઓ
મિતિયાળા વાસીઓ બાજુમાં જંગલ હોવા છતાં સિંહ દીપડાનો ભય નથી સતાવતો એટલો ભય ભૂકંપના આંચકા ઓનો સતાવે છે અને રિસર્ચ ટીમ દ્વારા મિતિયાળા વાસીઓને સમજાવીને ચાલ્યા ગયાનો વસવસો કરતા હતા પણ ભૂકંપનુ કેન્દ્ર બિંદુ ક્યાં તે અંગે હજુ મિતિયાળા વાસીઓ અવઢવ અનુભવી રહ્યા છે. સાથે જ જો કોઈ અન્ય સમસ્યાના કારણે તેઓને આ સમસ્યા છે તો તેના અંગે પણ કોઈ જાણકારી મળી રહી નથી. તેમને હતું કે તંત્ર અહીં આવીને કેટલીક જરૂરી તપાસ કરશે, નમૂનાઓ લેશે પરંતુ તેના બદલે તેમને માત્ર આસ્વાસન મળ્યાથી સંતોષ માનવો પડ્યો હતો.

(વીથ ઈનપુટઃ હિરેન રાવિયા, અમરેલી)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT