ગુજરાતમાં ચૂંટણી પહેલા વધુ એક વખત IPS અધિકારીઓની બદલીઓના ઓર્ડર છૂટ્યા, જાણો કોણ ક્યાં મુકાયું
ગાંધીનગરઃ ગુજરાતમાં હાલમાં ચૂંટણી ગમે ત્યારે જાહેર થાય તેમ છે. ચૂંટણી પહેલા IPS, IAS સહિતના અધિકારીઓની બદલીઓ થતી હોય છે. હાલમાં જ ગુજરાત સરકારે IAS…
ADVERTISEMENT
ગાંધીનગરઃ ગુજરાતમાં હાલમાં ચૂંટણી ગમે ત્યારે જાહેર થાય તેમ છે. ચૂંટણી પહેલા IPS, IAS સહિતના અધિકારીઓની બદલીઓ થતી હોય છે. હાલમાં જ ગુજરાત સરકારે IAS અને IPS અધિકારીઓની બદલીઓ કરી હતી. જોકે હવે વધુ એક વખત IPS અધિકારીઓની બદલીના ઓર્ડર સરકાર દ્વારા કરવામાં આવ્યા છે. ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા આ વખતે 12 અધિકારીઓની બદલીઓના ઓર્ડર કર્યા છે. આવો જાણીએ કોને ક્યાં નિમણૂંક મળી.
સુરત ઝોન-2ના ડીસીપીની બદલી
2006 બેચના એન એન ચૌધરીને કરાઈ એકેડેમીમાંથી હવે અમદાવાદ સીટી ટ્રાફિકના એડીશનલ કમિશનર તરીકેનો પદભાર સોંપાયો છે જે અત્યાર સુધી એ જી ચૌહાણના કાર્યક્ષેત્રમાં હતો. હવે એજી ચૌહાણને તેમના સ્થાને કરાઈ એકેડેમીમાં મુકવામાં આવ્યા છે. આ તરફ 2011ના IPS અધિકારી આર ટી સુસારાને સુરત ઝોન 2 ડીસીપી તરીકેથી હટાવીને હજીરા મરીન ટાસ્કફોર્સમાં એસપી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.
હેતલ પટેલને સુરત સ્પેશ્યલ બ્રાન્ચમાં મુકાયા
2013ના IPS અધિકારી ઉષા રાડાને સુરત ઝોન-3ના ડીસીપી તરીકેના પદભારમાંથી છૂટા કરીને હવે વાવ તાલુકામાં એસઆરપી ગ્રુપ-11 કમાન્ડન્ટ બનાવવામાં આવ્યા છે જે પદભાર અગાઉ હેતલ પટેલને સોંપવામાં આવ્યો હતો. આ તરફ હેતલ પટેલને સુરતના સ્પેશ્યલ બ્રાન્ચના ડીસીપી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. અમદાવાદ કંટ્રોલ રૂમના ડીસીપી તરીકે ફરજ બજાવતા હર્ષદ પટેલને હવે મોટર ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ ગાંધીનગર ખાતે જવાબદારી સોંપવામાં આવી છે. અમદાવાદ ડીસીપી ઝોન 4 તરીકે કાર્યભાર સંભાળનારા મુકેશ પટેલને સીઆઈડી ક્રાઈમમાં એસપી તરીકે ગાંધીગરમાં પોસ્ટીંગ મળ્યું છે.
ADVERTISEMENT
ઉષા રાડાની જગ્યાએ મુકાયા પિનાકીન પરમાર
મરીન ટાસ્કફોર્સ ગાંધીધામના એસપી પિનાકીન પરમારને સુરત ઝોન 3ના ડીસીપી તરીકેનો પદભાર સોંપવામાં આવ્યો છે જે અગાઉ ઉષા રાડા સંભાળતા હતા. વડોદરાના જેલ સુપ્રીટેન્ડેન્ટ બલદેવસિંહ વાઘેલાને હવે અમદાવાદ શહેર ટ્રાફીક એડમીન વિભાગમાં ડીસીપી તરીકેનો પદભાર મળ્યો છે.
કાનન દેસાઈને અમદાવાદમાં જ મળી ટ્રાન્સફર
ઉપરાંત સરકારે અમદાવાદ શહેર હેડક્વાટરના ડીસીપી કાનન દેસાઈને અમદાવાદ ઝોન 4ના ડીસીપી તરીકે મુકેશકુમાર પટેલના સ્થાને પદભાર સોંપ્યો છે. અમદાવાદ ટ્રાફિક એડમીન વિભાગના ડીસીપી ભક્તિ ઠાકરને હવે સુરત શહેરના ઝોન 1ના ડીસીપી તરીકેનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે. અત્યાર સુધી તે કાર્યભાર આર ટી સુસારા સંભાળતા હતા.
ADVERTISEMENT
(વીથ ઈનપુટઃ સંજયસિંહ રાઠોડ)
ADVERTISEMENT
ADVERTISEMENT