ગાંધીનગરના સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટરે પહોંચ્યા CM ભુપેન્દ્ર પટેલ
ગાંધીનગરઃ ગુજરાતમાં વાવાઝોડું અથડાઈ ચુક્યું છે. હાલમાં લેન્ડફોલની પ્રક્રિયા ચાલુ છે જે મધરાત્રી સુધી ચાલશે તેવું અનુમાન હવામાન વિભાગે લગાવ્યું છે. આ પછી સાયક્લોનિક સ્ટ્રોમમાં…
ADVERTISEMENT
ગાંધીનગરઃ ગુજરાતમાં વાવાઝોડું અથડાઈ ચુક્યું છે. હાલમાં લેન્ડફોલની પ્રક્રિયા ચાલુ છે જે મધરાત્રી સુધી ચાલશે તેવું અનુમાન હવામાન વિભાગે લગાવ્યું છે. આ પછી સાયક્લોનિક સ્ટ્રોમમાં બિપોરજોય ફેરવાઈ જશે જેને લઈને પણ ચિંતાનો વિષય છે. જેના કારણે ગુજરાતમાં ઠેરઠેર ભારે વરસાદ પડવાની સંભાવનાઓ જોવાઈ રહી છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રીએ આજે સાંજે ફરી સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર પર પહોંચીને અધિકારીઓ સાથે બેઠક કરી હતી.
Biparjoy cyclone: હવામાન વિભાગ પ્રમાણે જાણો ગુજરાતમાં આજની રાતથી કાલનો દિવસ કેવો રહેશે?
આ અધિકારીઓ સાથે કરી ચર્ચા
ગુજરાતમાં બિપોરજોય અથડાયા પછી પવનની ઝડપ 125 કિલોમીટર પ્રતિ કલાકની હોવાનું આંકવામાં આવ્યું છે. આ દરમિયાન ગુજરાતને આ વાવાઝોડું ઘણું નુકસાન કરી જશે તે નક્કી છે. ત્યારે ઓછામાં ઓછી જાનમાલની હાની પહોંચે તેને લઈને તંત્ર સજ્જ બન્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી મોડી સાંજે ફરી ગાંધીનગર ખાતે બનાવવામાં આવેલા સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે અધિકારીઓ સાથે બેઠક કરી સ્થિતિનો તાગ મેળવ્યો હતો. દરમિયાન તમામ જિલ્લાઓના કલેક્ટર્સ સાથે સેન્ટર કનેક્ટ છે. ગુજરાતના મુખ્યમંત્રી સાથે રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર અને રાહત કમિશનર આલોક પાંડે તથા અવંતિકા સિંઘ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT