GUJARAT CORONA UPDATE: જાણો ગુજરાતમાં હાલ કેટલા કોરોનાના કેસ છે

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ : ગુજરાતમાં કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટના BF7 વેરિયન્ટના 2 કેસ નોંધાયા છે. જેના કારણે હાલ ગુજરાત સરકાર પણ દોડતું થયું છે. ગુજરાતમાં આરોગ્યમંત્રીએ તાબડતોબ બેઠક બોલાવીને રાજ્યમાં કોરોનાના કેસની સ્થિતિ અને હાલના એક્ટિવ કેસ સહિતની બાબતોની તપાસ આદરી હતી.

ગુજરાતમાં હાલ 20 એક્ટિવ કેસ હોવાનું
ગુજરાતમાં આ અંગે મનોજ અગ્રવાલે માહિતી આપી હતી કે, હાલમાં મહિને કુલ 7 થી 8 હજાર જેટલા ટેસ્ટિંગ થાય છે. જેમાંથીમહિને સરેરાશ 40-50 નવા કેસ નોંધાયા છે. જો કે આ કોરોના પોઝિટિવ લોકો પૈકી કોઇ પણ વ્યક્તિ હોસ્પિટલમાં દાખલ નથી. તમામ હોમ આઇસોલેશનમાં સારવાર લઇ રહ્યા છે. હાલમાં અમદાવાદમાં કુલ 20 એક્ટિવ કેસ છે. તમામ હોમ આઇસોલેશનમાં જ સારવાર લઇ રહ્યા છે.

કોરોના પોઝિટિવ લોકોનું કોન્ટેક્ટ ટ્રેસિંગ શરૂ કરવામાં આવ્યું
અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરા અને અમદાવાદમાં કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટના GF7 ના 2 કેસ નોંધાયા બાદ આરોગ્ય તંત્ર દોડતું થયું છે. તે વ્યક્તિનાં કોન્ટેક્ટ ટ્રેસ કરવામાં આવી રહ્યા છે જેમાં વડોદરાની મહિલાના સંપર્કમાં આવેલા બે વ્યક્તિ પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. હાલ તે લોકોનું પણ કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવામાં આવી રહ્યું છે. આ વેરિયન્ટ ન માત્ર ખુબ સંક્રામક પરંતુ ઘાતક હોવાનું પણ નિષ્ણાંતોનું પ્રાથમિક તારણ છે.
20 એક્ટિવ કેસ

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT