GUJARAT CORONA UPDATE: નવા 301 કેસ, 263 દર્દી સાજા થયા,એક પણ મોત નહી
નવી દિલ્હી : ગુજરાતમાં કોરોનાનો આંકડો દિવસરાત સતત વધતો જઇ રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના નવા 301 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાથી કોરોનાથી સાજા થવાના…
ADVERTISEMENT
નવી દિલ્હી : ગુજરાતમાં કોરોનાનો આંકડો દિવસરાત સતત વધતો જઇ રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના નવા 301 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાથી કોરોનાથી સાજા થવાના દરમાં પણ સતત 98.96 ટકા સુધી પહોંચી ચુક્યો છે. જેના પગલે રાજ્યમાં આજે 263 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં 12,69,448 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. હાલ કોરોનાના કેસની રાજ્યમાં સ્થિતિની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ 2332 એક્ટિવ કેસ છે. જે પૈકી 10 નાગરિકો વેન્ટીલેટર પર છે. જ્યારે 2322 નાગરિકો સ્ટેબલ છે. 12,69,488 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યા છે. 11055 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે.
સરકારે હવે રસીકરણના આંકડા આપવાના બંધ કર્યા
જો કે સૌથી ચોંકાવનારી બાબત છે કે, સરકારે હવે રસીકરણના આંકડા આપવાનું બંધ કીર દીધું છે. રાજ્યમાં કેટલા લોકોનું રસીકરણ થઇ રહ્યું છેતે અંગે હવે સરકાર કોઇ પણ માહિતી આપવા માટે તૈયાર નથી. અમદાવાદ કોર્પોરેશનમાં 114, મહેસાણામાં 34, વડોદરા કોર્પોરેશનમાં 24, રાજકોટ કોર્પોરેશન અને સુરત કોર્પોરેશનમાં 20-20 કેસ નોંધાયા છે. વડોદરામાં 12, રાજકોટમાં 11, વલસાડમાં 7, ગાંધીનગરમાં 6, સુરત 6, આણંદ, ભરૂચ અને પંચમહાલમાં 5-5, જામનગર, મોરબી અને પાટણમાં 4-4 કેસ, અમદાવાદ, બનાસકાંઠા, ભાવનગર અને ખેડામાં 3-3, દેવભુમિ દ્વારકા, ગાંધીનગર કોર્પોરેશન, કચ્છ, મહીસાગર, નવસારી, પોરબંદર,સાંબરકાંઠા અને સુરેન્દ્રનગરમાં 1-1 કેસ નોંધાયો છે.
ગુજરાતના 13 જિલ્લા કોરોના મુક્ત
જો કે રાહતના સમાચાર કહી શકાય કેઅમરેલી, અરવલ્લી, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટાઉદેપુર, દાહોદ, ડાંગ, ગીરસોમનાથ, જામનગર, જુનાગઢ, જુનાગઢ કોર્પોરેશન, નર્મદા અને તાપીમાં એક પણ કેસ નોંધાયો નથી. આ પ્રકારે કુલ 13 જિલ્લા એવા છે જેમાં એક પણ કેસ નોંધાયો નથી. જે એક પ્રકારે રાહતના સમાચાર કહી શકાય.
ADVERTISEMENT
ADVERTISEMENT