રાજ્યમાં કોરોનાના કેસમાં રાહત, 24 કલાકમાં 768 લોકો થયા સંક્રમિત

ADVERTISEMENT

gujarattak
social share
google news

આજે રાજ્યમાં કોરોનાના સંક્રમણમાં ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં 768 લોકો સંક્રમિત થયા છે. જ્યારે આજે પણ સંક્રમિત કરતાં સાજા થનાર દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. આજે 899 દર્દીઓ સાજા થયા છે આ સાથે જ મૃત્યુ આંકે તંત્રની ચિંતા વધારી છે આજે 3 વ્યક્તિઓના મૃત્યુ થયા છે.

રાજ્યમાં કોરોનાના કેસમાં આજેઘટાડો થયો છે ત્યારે રાજ્યમાં વેકસીનેશન પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 1,17,842 વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં 11,87,05,548 વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે. હાલ 5895 એક્ટિવ કેસ છે જ્યારે 21 દર્દીઓ વેન્ટીલેટર પર છે અને 5874 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી કુલ 10978 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે જ અત્યાર સુધીમાં કુલ 1244388 લોકો ડિસ્ચાર્જ થયા છે.

રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ 98.66 છે જ્યારે 18 થી 59 વર્ષ સુધીના લોકો માટે પ્રિકોશન ડોઝ છેલ્લા 24 કલાકમાં 101871 ડોઝ આપવામાં આવ્યા છે. આ સાથે જ 118705548 વેક્સિનના કુલ ડોઝ ગુજરાતમાં આપવામાં આવ્યા છે. રાજ્યમાં અરવલ્લી,દાહોદ,છોટાઉદેપુર, ડાંગ, બોટાદ, જુનાગઢ, મહીસાગર, નર્મદા, અને પંચમહાલમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી જ્યારે રાજકોટ કોર્પોરેશનમાં બે દર્દીઓના મૃત્યુ થયા છે અને સુરતમાં એક દર્દીનું કોરોનાથી મૃત્યુ થયા છે. રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે પરંતુ કોરોના સંક્રમણના કારણે રાજ્યમાં આજે ફરી 3 દર્દીઓના મૃત્યુ થયા છે ત્યારે મૃત્યુ આંકને કંટ્રોલમાં લેવા માટે વેકસીનેશન પર બહાર મૂકવામાં આવી રહ્યો છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT