GUJARAT CORONA UPDATE: નવા 118 કેસ, રસીકરણના આંકડાથી સરકાર પણ ચિંતિત

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર : રાજ્યમાં કોરોનાના આંકડાઓમાં ધીરે ધીરે વધારો થઇ રહ્યો છે. કોરોના જાણે કે ફરી ફુંફાડો મારી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યમાં કોરોનાના નવા 118 કેસ નોંધાયા છે. બીજી તરફ 48 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 12,66,977 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જો કે રાજ્યમાં હાલ કુલ 810 એક્ટિવ કેસ છે. જે પૈકી 05 નાગરિકો વેન્ટિલેટર પર છે. જ્યારે 805 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 12,66,977 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યા છે. જેના કારણે અત્યાર સુધીમાં કુલ 11,047 નાગરિકોના કોરોનાને કારણે મોત થઇ ચુક્યા છે.

કોરોનાના સતત વધી રહેલા આંકડાથી સરકાર ચિંતિત
જો કે સતત વધી રહેલા કોરોનાના ભય વચ્ચે સરકાર દ્વારા રસીકરણ પણ વધાર્યું છે. 18 વર્ષથી વધારેની ઉંમરના 26 લોકોને રસીનો પ્રથમ અને 51 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 15-17 વર્ષના નાગરિકો પૈકી 3 ને પ્રથમ અને 3 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 55 ને પ્રિકોર્શન ડોઝ અપાયો હતો. 12-14 વર્ષના તરૂણો પૈકી 5 ને રસીનો પ્રથમ અને 2 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-59 વર્ષના નાગરિકો પૈકી 502 ને રસીના પ્રીકોર્શન ડોઝ અપાયા હતા.

સરકાર રસીકરણ મુદ્દે નાગરિકોની ઉદાસિનતાથી ચિંતિત
અત્રે ઉલ્લેખનીય છે કે, રસીકરણમાં ભારે ઉદાસીનતાના કારણે સરકારને પણ ચિંતા પેઠી છે. વારંવાર સરકાર દ્વારા પણ અપીલો કરવામાં આવી રહી છે કે, રસી લેવા માટે નાગરિકો આગળ આવે. જો કે લોકો હવે રસીથી ગભરાઇ રહ્યા હોય કે ગમે તે કારણ હોય પરંતુ પ્રિકોર્શન ડોઝ બાબતે ભારે ઉદાસિનતા જોવા મળી રહી છે. બીજી તરફ વાતાવરણ પણ ખુબ જ ખરાબ હોવાના વાયરલ શરદી અને તાવ જેવા અનેક રોગોથી ભારે પરેશાની થઇ રહી છે. આજના દિવસમાં માત્ર 647 વ્યક્તિઓએ જ રસી લીધી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT