‘27 વર્ષ ચિંતા ન કરી, ચૂંટણીના 27 દિવસ પહેલા ચિંતા કરી ભાજપ ભ્રમિત કરે છે’- સિવિલ કોડ મામલે કોંગ્રેસે કહ્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

વડોદરાઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવે લોકો માટે શું શું લાવી તેવો ઘાટ હાલ જોવા મળી રહ્યો છે. કોઈ રાજકીય પાર્ટી કહે છે આમ કરીશું કોઈ કહે છે આવા ફાયદા મળશે, વગેરે વગેરે જાહેરાતો કરવામાં ન તો ભાજપ બાકી છે, ન આમ આદમી પાર્ટી કે ના કોંગ્રેસ કે પછી ના એઆઈએમઆઈએમ. હાલમાં જ રાજ્ય સરકાર કેબિનેટ બેઠક દરમિયાન યુનિફોર્મ સિવિલ કોડને લઈ જાહેરાત કરી શકે છે ત્યારે કોંગ્રેસ દ્વારા આ બાબતને ચૂંટણીલક્ષી લ્હાણી કહેવામાં આવી છે.

અમિત ચાવડાએ કહ્યું
બાબત એવી છે કે, ભાજપની ગુજરાત સરકાર આજે બપોરે યોજાનારી કેબિનેટ બેઠકમાં યુનિફોર્મ સિવિલ કોડના મામલાને લઈને નિર્ણય કરવાની છે. તેવી વાત સામે આવ્યા પછી કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ આ વાતને ચૂંટણી લક્ષી લ્હાણી સાથે સરખાવી હતી. તેમણે કહ્યું હતું કે, જે ભાજપે 27 વર્ષ આપણી ચિંતા કરી નહીં તે હવે ચૂંટણીના 27 દિવસ બાકી છે ત્યારે ચૂંટણીમાં લાભ લેવા માટે આવી ચૂંટણી લક્ષી લ્હાણી કરશે.


શું છે યુનિફોર્મ સિવિલ કોડ ?
કોમન સિવિલ કોડ એક ધર્મનિરપેક્ષ કાયદો છે જે તમામ ધર્મોના લોકોને સમાનરૂપે લાગુ પડે છે. યુનિફોર્મ સિવિલ કોડનો અમલ દરેક ધર્મ માટે સમાન કાયદો લાવશે. હાલ બધા ધર્મોના લોકો આ બાબતોને તેમના વ્યક્તિગત કાયદા હેઠળ સમાધાન કરે છે. મુસ્લિમ, ખ્રિસ્તી અને પારસી સમુદાયોમાં વ્યક્તિગત કાયદો છે જ્યારે હિન્દુ, શીખ, જૈન અને બૌદ્ધ નાગરિક કાયદા હેઠળ આવે છે. બંધારણમાં યુનિફોર્મ સિવિલ કોડના અમલીકરણમાં કલમ 44 હેઠળ રાજ્યની જવાબદારી જણાવી છે.

ADVERTISEMENT

  • ભારતમાં રહેતા દરેક લોકો માટે એકસમાન કાયદો
  • કાયદાની નજરમાં બધા એકસમાન હશે
  • લગ્ન, છૂટાછેડા, દત્તકના નિયમ એકસરખા હશે
  • ઉત્તરાધિકાર, વારસા વગેરેમાં નિયમ એકસમાન રહેશે
  • દરેક સમુદાયના લોકો માટે સમાન નાગરિક સંહિતા લાગુ થશે
  • લગ્ન, છૂટાછેડા અને જમીનના ભાગલામાં એક જ કાયદો લાગુ થશે

(વીથ ઈનપુટઃ દિગ્વિજય પાઠક, વડોદરા)

    follow whatsapp

    ADVERTISEMENT