ચૂંટણીનો જંગ: રાજસ્થાન વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસનો એક્શન પ્લાન, પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલના શિરે મહત્વની જવાબદારી
Rajasthan Assembly Election: રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં આ મહિને વિધાનસભા ચૂંટણીની યોજાવા જઈ રહી છે. ત્યારે તમામ રાજકીય પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં…
ADVERTISEMENT
Rajasthan Assembly Election: રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં આ મહિને વિધાનસભા ચૂંટણીની યોજાવા જઈ રહી છે. ત્યારે તમામ રાજકીય પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. રાજકીય પક્ષો ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. આ વચ્ચે રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને મોટી જવાબદારી મળી છે. શક્તિસિંહ ગોહિલની રાજસ્થાન વિધાનસભા ચૂંટણીના સ્પેશિયલ ઓર્બ્ઝર્વર તરીકે નિયુક્તિ કરાઈ છે.
શક્તિસિંહને સોંપાઈ મહત્વની જવાબદારી
રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ એક્શનમાં આવી ગઈ છે. રાજસ્થાનમાં કોંગ્રેસ ફરી લડી લેવાના મૂડમાં જોવા મળી રહી છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અને સાસંદ શક્તિસિંહ ગોહિલને મહત્વની જવાબદારી પાર્ટી હાઈકમાન્ડ દ્વારા સોંપવામાં આવી છે. શક્તિસિંહ ગોહિલ અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકને રાજસ્થાન વિધાનસભા ચૂંટણીના સ્પેશિયલ ઓર્બ્ઝર્વર બનાવવામાં આવ્યા છે.
કોંગ્રેસે જાહેર કરી છે ચાર યાદી
રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે 21 ઓક્ટોબરે 33 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. તેમાંથી 32 નામોને ફરીથી તક આપવામાં આવી હતી. કોંગ્રેસની પ્રથમ યાદી બહાર આવ્યાના લગભગ 30 કલાક પછી 22 ઓક્ટોબરે તેના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી હતી. આ યાદીમાં 43 ઉમેદવારોના નામ સામેલ હતા.તો કોંગ્રેસે 26 ઓક્ટોબરે ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી હતી. આ યાદીમાં 19 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી. રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે 56 ઉમેદવારોની ચોથી યાદી ગઈકાલે જાહેર કરી હતી.
ADVERTISEMENT
25 નવેમ્બરે થશે મતદાન
કોંગ્રેસની યાદીમાં જે ઉમેદવારોના નામ આવી ચૂક્યા છે. તેમના નામાંકનની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. 6 નવેમ્બર સુધી ઉમેદવારી નોંધાવી શકાશે. આ પછી 9 નવેમ્બર સુધી નામાંકન પરત ખેંચી શકાશે. 25 નવેમ્બરે મતદાન થશે અને 3 ડિસેમ્બરે મતગણતરી થશે.
ADVERTISEMENT