ચંદ્રયાન 3 લોન્ચ થયું અને સામે આવ્યો ગુજરાતનો આ કેવો ચહેરો…! બાળકોની જોખમી સવારી કેમ?

ADVERTISEMENT

gujarattak
social share
google news

દાહોદઃ દેશ જ્યારે ચન્દ્રયાન 3 લોન્ચ થવાની સાથે ખુશીની લહેર અનુભવી રહ્યો છે. આ એક ગર્વનો સમય ચોક્કસ છે પરંતુ અહીં બાળકોને એક સુરક્ષીત ટ્રાન્સપોર્ટ સેવા ના આપી શકીએ તો આપણને ગર્વની સાથે સાથે આ મામલામાં શરમ પણ આવી જાય છે. તંત્ર માટે આ કેટલી શરમ જનક બાબત છે તે અંગે હાલ તો કોઈ ટિપ્પણી કરી શકાય એમ નથી પરંતુ આ વીડિયો જોનારાઓ ખરેખર મત આપ્યા પછી આ સ્થિતિમાં આપણા બાળકોની હાલત જોઈને દુખી થયા છે. આ વીડિયો ગુજરાતનો છે.

CBSE બોર્ડના ધો. 10 અને ધો. 12ની પરીક્ષાની તારીખો જાહેર, 55 દિવસ ચાલશે પરીક્ષા

દાહોદ જિલ્લાના ઝાલોદનો વિડીયો વાયરલ થયો છે. તેની સાથે જ વીડિયોને લગતી જાણકારી પણ સામે આવી છે. આ વીડિયો દાહોદના ઝાલોદનો હોવાનું સામે આવ્યું છે. જ્યાં એસટી બસની સુવિધા સચોટ નહીં હોવાને કારણે ઉપરાંત સમયસર એસ.ટી નહીં આવવાને કારણે તુફાન ગાડીમાં 50 જેટલા બાળકો સ્કૂલે આ રીતે જાય છે. આ વિદ્યાર્થીઓ જીવના જોખમે શિક્ષા લેવા મજબૂર છે.

(ઈનપુટઃ શાર્દૂલ ગજ્જર, ગોધરા)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT