Gujarat Budget 2024: બજેટમાં મહિલાઓ માટે શું છે ખાસ?, નાણામંત્રી કનુભાઈ દેસાઈએ કરી આ ઘોષણાઓ
દેશમાં આ વર્ષે યોજાવા જઈ રહી છે લોકસભાની ચૂંટણી આજે ગુજરાત વિધાનસભામાં રજૂ કરાયું બજેટ નાણામંત્રીએ મહિલાઓ માટે કરી મોટી મોટી જાહેરાત Gujarat Budget: ગુજરાતના…
ADVERTISEMENT
- દેશમાં આ વર્ષે યોજાવા જઈ રહી છે લોકસભાની ચૂંટણી
- આજે ગુજરાત વિધાનસભામાં રજૂ કરાયું બજેટ
- નાણામંત્રીએ મહિલાઓ માટે કરી મોટી મોટી જાહેરાત
Gujarat Budget: ગુજરાતના નાણાકીય વર્ષ 2024-25ના બજેટમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ 6885 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભામાં બજેટ સ્પીચમાં જણાવ્યું કે, મહિલાઓને આર્થિક ઉત્કર્ષ સાથે સામાજિક સુરક્ષાનું વાતાવરણ પૂરું પાડવા માટે સરકાર મક્કમતાથી આગળ વધી રહી છે. મહિલાઓ અને બાળકોના પોષણને સુદ્રઢ કરવા અને આંગણવાડીના ભૌતિક અને ડિજિટલ માળખામાં ગુણાત્મક વધારો કરવા સરકારે નિર્ણય કરેલ છે. કિશોરીઓના સર્વાંગી વિકાસ માટે પોષણ અને આરોગ્યલક્ષી કાર્યક્રમો હાથ ધરવામાં આવશે. ઘરેલું હિંસા તેમજ જાતીય સતામણીનો ભોગ બનેલી મહિલાઓ માટે કાઉન્સેલિંગ, માર્ગદર્શન અને સંસ્થાકીય મદદ પૂરી પાડવા રાજ્યમાં 65 સેન્ટર કાર્યરત છે. આ યોજનાની ઉપયોગિતા અને અસરકારકતા જોતાં 15 નવા સેન્ટર શરૂ કરવામાં આવશે.
મહિલાઓ માટે નાણામંત્રીએ કરી મોટી જાહેરાતો
– ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત વિધવા બહેનોને આર્થિક રીતે મદદરૂપ થવા માટે 2363 કરોડની જોગવાઇ.
– પૂરક પોષણ યોજના અંતર્ગત 3 થી 6 વર્ષનાં બાળકોને આંગણવાડીમાં ગરમ નાસ્તો અને ભોજન તથા બાળકો, કિશોરીઓ અને સગર્ભા-ધાત્રી માતાઓને ટેક હોમ રાશન પૂરું પાડવા માટે 878 કરોડની જોગવાઇ.
– પૂર્ણા યોજના હેઠળ કિશોરીઓને વિતરણ કરવામાં આવતા ટેક હોમ રાશન માટે 344 કરોડની જોગવાઈ.
– મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ સગર્ભા અને ધાત્રીમાતાને એક હજાર દિવસ સુધી પ્રતિ માસ પ્રતિ લાભાર્થી બે કિલો ચણા, એક કિલો તુવેરદાળ અને એક લિટર ખાદ્યતેલ આપવામાં આવે છે. જેના માટે 322 કરોડની જોગવાઇ.
– વ્હાલી દિકરી યોજના અંતર્ગત સહાય આપવા માટે `૨૫૨ કરોડની જોગવાઇ.
– આંગણવાડી 2.0 યોજના અંતર્ગત આંગણવાડીઓના માળખાકીય વિકાસ માટે 1800 કરોડના ખર્ચે અમલી બનનાર યોજના માટે 200 કરોડની જોગવાઇ.
– આદિજાતિ અને વિકાસશીલ તાલુકાઓમાં દૂધ સંજીવની યોજના હેઠળ બાળકો, સગર્ભા, ધાત્રી માતાઓને ફલેવર્ડ ફોર્ટીફાઇટ દૂધ આપવા માટે 132 કરોડની જોગવાઇ.
– પોષણ સુધા યોજના હેઠળ 106 આદિજાતિ ઘટકોમાં સગર્ભા અને ધાત્રી માતાઓને ગરમ ભોજન આપવા માટે 129 કરોડની જોગવાઇ.
– સુરત ખાતે આવેલ નારી સંરક્ષણ કેન્દ્રના અદ્યતન અને નવીન સુવિધાઓ યુક્ત નવા મકાનના બાંધકામ માટે 16 કરોડની જોગવાઈ.
– પોષણની સ્થિતિનું મૂલ્યાંકન અને દેખરેખ રાખવાના ઉદ્દેશ્ય સાથે વિવિધ વૃદ્ધિ મોનિટરીંગ ઉપકરણોની ખરીદી કરવા માટે 14 કરોડની જોગવાઇ.
ADVERTISEMENT
ADVERTISEMENT