Gujarat Budget 2024: ગુજરાત બજેટમાં ગૃહ વિભાગ માટે કુલ 10,378 કરોડની જોગવાઈ, શું છે નવું?
ગુજરાતનું નાણાકીય વર્ષ 2024-25નું બજેટ રજૂ થયું ગૃહ વિભાગ માટે કુલ 10,378 કરોડની જોગવાઈ માહિતી અને પ્રસારણ વિભાગ માટે 384 કરોડની જોગવાઈ Gujarat Budget 2024:…
ADVERTISEMENT
- ગુજરાતનું નાણાકીય વર્ષ 2024-25નું બજેટ રજૂ થયું
- ગૃહ વિભાગ માટે કુલ 10,378 કરોડની જોગવાઈ
- માહિતી અને પ્રસારણ વિભાગ માટે 384 કરોડની જોગવાઈ
Gujarat Budget 2024: ગુજરાત વિધાનસભામાં આજે રાજ્યના નાણાકીય વર્ષ 2024-25નું બજેટ રજૂ થઈ ચૂક્યું છે. આજે રજૂ કરવામાં આવેલા બજેટમાં ગૃહ વિભાગ માટે કુલ 10,378 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તો માહિતી અને પ્રસારણ વિભાગ માટે કુલ 384 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
‘કાયદાની જાળવણીમાં ગુજરાત પોલીસની મહત્વની ભૂમિકા’
બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસ રાજ્યમાં ગુનાખોરીના નિયંત્રણ તથા કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં મહત્વની ભૂમિકા ભજવે છે. સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદ્રઢ કરવા અને પોલીસને SMART Police બનાવવાના પ્રયાસોના ભાગરૂપે પોલીસ મહેકમમાં વધારા સાથે આધુનિક વાહનો ખરીદવા અને તાલીમ આપવા ઉપર ભાર મૂકવામાં આવી રહેલ છે. ટ્રાફિક નિયમન અને માર્ગ સુરક્ષા વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા તથા ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરવા વિવિધ યોજનાઓ હાથ ધરવામાં આવશે.
ગૃહ વિભાગ માટે શું કરાઈ જોગવાઈઓ?
– શહેરોમાં CCTV કેમેરા લગાડવાની યોજના હેઠળ VISWAS Project માટે 120 કરોડની જોગવાઈ.
– પોલીસ ખાતાના રહેણાંક/બિન રહેણાંક મકાનોના મજબૂતીકરણ અને તેની ગુણવત્તા ઊંચી લઇ જવા માટે 115 કરોડની જોગવાઇ.
– જનરક્ષક વાહન દ્વારા ત્વરિત પોલીસ સહાય પહોંચાડવાની યોજના માટે 94 કરોડની જોગવાઇ.
– શોધ યોજના અંતર્ગત પોલીસ સ્ટેશનને અપગ્રેડ કરવા તથા નવી જગ્યાઓ ઉભી કરવા માટે 69 કરોડની જોગવાઇ.
– અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં ટ્રાફિક વ્યવસ્થાપન માટેની સુગમ યોજના અંતર્ગત ટ્રાફિક પોલીસની 1000 નવી જગ્યાઓ ઉભી કરાશે. આ યોજના માટે 57 કરોડની જોગવાઇ.
– આઇ.ટી. સાધન સામગ્રીની ખરીદી માટે 38 કરોડની જોગવાઇ.
– પોલીસ માટે આધુનિકીકરણ યોજના હેઠળ શસ્ત્રો, સંદેશા વ્યવહારના સાધનો, સિક્યુરિટી-સર્વેલન્સ, તાલીમ અને હોમગાર્ડ માટેની સાધન સામગ્રીની ખરીદી માટે 30 કરોડની જોગવાઇ.
– SRPF Group-2, અમદાવાદ અને SRPF Group-11, વાવ ખાતે સ્પેશીયલ એકશન ફોર્સ (SAF) વિકસાવવામાં આવશે. આ હેતુસર 25 કરોડની જોગવાઇ.
– ગ્રામ્ય સુરક્ષા કવચ અંતર્ગત 200 આઉટપોસ્ટ અપગ્રેડ કરી PSIને મૂકવામાં આવશે. આઉટપોસ્ટ ખાતે નવી જગ્યાઓ તેમજ માળખાકીય સગવડો માટે 18 કરોડની જોગવાઇ.
– ઓનલાઇન ફાઇનાન્સિયલ ક્રાઇમ અને સાયબર ક્રાઇમ ઉકેલવા TRISHUL યોજના અંતર્ગત સ્ટેટ સાયબર ક્રાઈમ સેલ ખાતે નવી જગ્યાઓ તથા આઈ.ટી. ઈન્ફ્રાસ્ટ્રકચર ઉભુ કરવા 15 કરોડની જોગવાઇ.
ADVERTISEMENT
માહિતી અને પ્રસારણ વિભાગ માટે કુલ 384 કરોડની જોગવાઈ
કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, સરકાર અને પ્રજા વચ્ચેનો સંવાદ સતત ચાલુ રહે તે માટે સરકારની કલ્યાણકારી યોજનાઓ, નીતિઓ તેમજ કાર્યક્રમોની માહિતી નાગરિકો સુધી પહોંચાડવામાં આવે છે. પ્રચાર માધ્યમોના યોગ્ય ઉપયોગ દ્વારા આવી માહિતી ડિજિટલ સ્વરૂપે પારદર્શી રીતે પહોંચાડવા હાલની વ્યવસ્થાને અપગ્રેડ કરવામાં આવશે.
માન્ય પત્રકારો માટે વીમા કવચની રકમ વધારાઈ
– રાજ્ય સરકારના વિવિધ વિભાગોની યોજનાઓને લગતી માહિતી સામાન્ય લોકોને સરળતાથી મળી રહે તે માટે તમામ વિગતો મલ્ટી મીડિયા ફોર્મેટમાં એક જ પોર્ટલ પરથી ઉપલબ્ધ કરાવવામાં આવશે.
– 25થી 60 વર્ષ વચ્ચેની વયના માન્ય પત્રકારોને “સામુહિક જૂથ વીમા” યોજનાની નાણાકીય સહાયમાં કુદરતી મૃત્યુના કિસ્સામાં 1 લાખથી વધારીને 2 લાખ તથા અકસ્માતથી મૃત્યુના કિસ્સામાં 5 લાખથી વધારીને 10 લાખનું વીમા કવચ પૂરું પાડવામાં આવશે.
ADVERTISEMENT
ADVERTISEMENT