Gujarat Budget: રાજ્યની સાત નગરપાલિકાઓ બનશે મહાનગરપાલિકા, બજેટમાં કરાઇ મોટી જાહેરાત

ADVERTISEMENT

Gujarat Budget 2024-25
Gujarat Budget 2024-25
social share
google news
  • નાણામંત્રીએ 3.32 લાખ કરોડથી વધુનું બજેટ વિધાનસભામાં રજૂ કર્યું
  • 7 નગરપાલિકાને મહાનગરપાલિકામાં ફેરવવામાં આવશે
  • ગાંધીનગર ગિફ્ટ સિટીના વિકાસ માટે જોગવાઇ

Gujarat Budget 2024-25: ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી કનુ દેસાઈએ ગુજરાતના નાણાકીય વર્ષ 2024-25નું બજેટ રજૂ કર્યું છે. આજે નાણામંત્રી દ્વારા ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. નાણામંત્રી દ્વારા ગરવી, ગ્રીન અને ગુણવંત ગુજરાતના સપના સાથેનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. નાણામંત્રીએ 3.32 લાખ કરોડથી વધુનું બજેટ વિધાનસભામાં રજૂ કર્યું છે. આ બજેટમાં ગિફ્ટ સિટીથી લઈને 7 નગરપાલિકાને મહાનગરપાલિકામાં ફેરવવા સુધીની કેટલીક મોટી જાહેરતો કરવામાં આવી છે.

7 નગરપાલિકાને મહાનગરપાલિકામાં ફેરવવામાં આવશે

રાજ્યના નાણામંત્રીએ બજેટમાં 8 નગરપાલિકાને મહાનગરપાલિકામાં ફેરવવાની જાહેરાત કરી છે. નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા અને સુરેન્દ્રનગરને મહાનગરપાલિકા બનાવવામાં આવશે.

ગાંધીનગર ગિફ્ટ સિટીના વિકાસ માટે જોગવાઇ

ગાંધીનગર ગિફ્ટ સિટીના વિકાસ માટે ગુજરાતના બજેટમાં જોગવાઇ કરવામાં આવી છે. 900થી 3300 એકર વિસ્તારમાં વિસ્તરણની જોગવાઇ કરવામાં આવી છે. ગિફ્ટ સિટીનો ગ્રીન સિટી તરીકે વિકાસ કરવામાં આવશે. ‘વોક ટુ વર્ક, લિવ વર્ક, પ્લે કમ્યુનિટી’નું આયોજન કરાયુ છે. 4.5 કિમી લાંબો રિવરફ્રન્ટ, રીક્રિએશન ઝોનનો વિકાસ કરાશે. ગિફ્ટ સિટીને મેટ્રો કનેક્ટિવિટી અને સેન્ટ્રલ પાર્કની સુવિધાથી સજજ કરાશે. ગિફ્ટ સિટીમાં ‘ફિન-ટેક’ની સ્થાપના કરવા રૂ.52 કરોડની જાહેરાત, રિવરફ્રન્ટ વિકાસ કામગીરી માટે રૂ.100 કરોડની જાહેરાત કરાઇ છે.

ADVERTISEMENT

જાણો ક્યા વિભાગ માટે કેટલા રૂપિયાની કરાઈ જોગવાઈ

– સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ માટે કુલ 6193 કરોડની જોગવાઈ
– આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ 4374 કરોડની જોગવાઈ
– શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે કુલ 2659 કરોડની જોગવાઈ
– શિક્ષણ વિભાગ માટે કુલ 55114 કરોડની જોગવાઈ
– આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 20100 કરોડની જોગવાઈ
– મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે 6885 કરોડની જોગવાઈ
– અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતો માટે કુલ 2711 કરોડની જોગવાઈ
– રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ માટે 767 કરોડની જોગવાઈ
– પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે કુલ 12138 કરોડની જોગવાઈ
– શેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે 21696 કરોડની જોગવાઈ
– ઊર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ માટે કુલ 8423 કરોડની જોગવાઈ
– માર્ગ અને મકાન વિભાગ માટે કુલ 22163 કરોડની જોગવાઈ
– બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે કુલ 3858 કરોડની જોગવાઈ
– જળ સંપત્તિ પ્રભાગ માટે 11535 કરોડની જોગવાઈ
– પાણી પુરવઠા પ્રભાગ માટે 6242 કરોડની જોગવાઈ
– વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ માટે 2421 કરોડની જોગવાઈ
– કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 22194 કરોડની જોગવાઈ
– ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે કુલ 9228 કરોડની જોગવાઈ
– પ્રવાસન યાત્રાધામ અને નાગરિક ઉડ્ડયન માટે 2098 કરોડની જોગવાઈ
– વન અને પર્યાવરણ વિભાગ માટે કુલ 2586 કરોડની જોગવાઈ
– ક્લાઈમેટ ચેન્જ વિભાગ માટે કુલ 1163 કરોડની જોગવાઈ
– ગૃહ વિભાગ માટે કુલ 10378 કરોડની જોગવાઈ
– કાયદા વિભાગ માટે કુલ 2559 કરોડની જોગવાઈ
– મહેસુલ વિભાગ માટે કુલ 5195 કરોડની જોગવાઈ
– સામાન્ય વહીવટી વિભાગ માટે 2239 કરોડની જોગવાઈ
– માહિતી અને પ્રસારણ વિભાગ માટે 384 કરોડની જોગવાઈ

    follow whatsapp

    ADVERTISEMENT