‘ગુજરાતમાં આવો અને મજામાં ના હોવ તો…’- નડિયાદમાં બાબા બાગેશ્વરે કહ્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

હેતાલી શાહ.આણંદઃ ગુજરાતમાં આવીને મજામાં ના હોવ તો શું સજામાં હોય.. નડિયાદના પાગલો … ગુજરાત છે જ મજાનો પ્રદેશ. આ વાક્ય કહીને બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ નડિયાદના ભક્તોને સંબોધિત કર્યા હતા. જેમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ લોકોને સૂત્ર આપ્યું કે, ” એક સૂત્ર આપી રહ્યો છું, હનુમાનજી રક્ષા કરશે, તમારા દિલમાં રામ બેસાડો, રામ રાજ્ય અપનાવો તમારું કોઈ વાળ વાકો નહીં કરી શકે. પોતાના ઘરો પર સીતારામ લખો, જેથી કોઈ નીકળે તો ખબર પડે કે આ સનાતનીનું ઘર છે. કોઈ ઓર ધર્મનું એક સિંગલ મકાન હોય એ લીલા ઝંડા લગાવી દે છે અને દેખાઈ જાય છે. અને આપણા આટલા બધા ઘર છે એમાં એક પણ ભગવો નથી. એટલે ભગવા લગાડો, સીતારામ ગાઓ, હનુમાન ચાલીસા ગાઓ.”

બાબાએ બાળકને ઉચકી લીધું
આજે નડિયાદમાં એક ખાનગી હોસ્પિટલના કાર્યક્રમમાં બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બાબા બાગેશ્વર આવવાના હોય મોટી સંખ્યામાં ભક્તો આવી પહોંચ્યા હતા. જોકે બાબા બાગેશ્વર જેવા કેમ્પસમાં પ્રવેશ્યા એની સાથે એક નાના બાળકને ઉચકી લઈ ગળામાં પહેરાલી માળાના આશીર્વાદ આપ્યા હતા. બાદમાં ભક્તોને સંબોધિત કર્યા હતા. જેમાં તેમણે ક્હ્યું કે, ” હનુમાનજીને કોઈએ પૂછ્યું કે તમારી પૂછમાં આગ લાગી પણ પૂછ ના જલી તો હનુમાનજીએ જવાબ આપ્યો કે, જ્યારે અમે ગયા હતા. લંકા બાર બાર રઘુવીર સંભારી, બારબાર હમને રામ કા સ્મરણ કિયા તો, હમારા બાલ ભી બાકાના હો સકા.. જો સમાજ નો વ્યક્તિ પોતાનો આહાર શુદ્ધ કરી દે તો એમના આહારની સુદ્ધીથી એમના સ્વાસ્થ્યની સુદ્ધિ થઈ જશે. હનુમાનજીએ લંકા સળગાવી પણ એક વ્યક્તિનું ઘરના સળગાવ્યું. કોઈએ એમને કહ્યું કે આ તો ખોટી બાબત છે 156 નંબરનું મકાન તો રહી ગયું. તમે બધા મકાન સળગાવ્યા, 156 નંબરનું મકાન ના સળગાવ્યું?

ગુજરાતના 7 IAS ની બદલીઃ જાણો કયા અધિકારીને ક્યાં મળી બદલી

રામ નહીં લખ્યું હોય તો ઘર ફૂંકાઈ જશેઃ બાબા
હનુમાનજીએ ખુબજ સરસ જવાબ આપ્યો કે, એક વાત કહું લીસ્ટ ચેક કરો એમના ઘરેથી દાન આવ્યું ?? અમારી પૂછમાં તેલ, ઘી, કપડાં લગાવવામાં આવ્યું ત્યારે બાકીના ઘરેથી તો આવ્યું પણ વિભીષણ જીના ઘરનું નામ લીસ્ટમાં ચેક કરો. એમના ઘરે થી કસુ આવ્યું ? એમના ઘરેથી કશું નઈ આવ્યું.. એમને પ્રસાદ કોણ આપતું. પણ વાત અહીંયા નથી પુરી થતી, હનુમાનજી એ બધાનું ઘર સળગાવ્યું , પણ વિભીષણજીનું ઘર ના સળગાવ્યું. કેમકે વિભીષણજીના ઘર પર દ્વારા પર શું હતું ? રામાયુધ અંકિત ગૃહ શોભા, બરની ન જાઇ નવ તુલસીકા બૃન્દ તહ દેખી હરષી કપીરાઈ.. મતલબ જેના દિલમાં જેના ઘરમાં રામ વસેલા હસે એમના ઘરને, દિલને, હનુમાનજી સળગાવતા નથી બચાવે છે. પણ જેમના ઘરમાં દિલમાં રામ નથી હોતા એમના ઘરને દિલને સળગાવે છે. આજે નડિયાદના પગલો તમને કહેવા માગું છું, ગુજરાતના પાગલો તમે પણ તમારા દિલમાં, ઘરમાં ઘરની બહાર રામ નામ લખો .. ના તમારા રોગનું ઘર સળગશે, ના રોગ દ્વારા, ના વિપત્તિ દ્વારા, ના સંકટ દ્વારા, કેમકે હમનુમાનજી રક્ષક બનીને ઊભા રહેશે. જેમના ઘરમાં રામ નહીં લખેલું હોય જેમના દિલમાં નહીં લખેલું હોય એમનું જેમ લંકા ફાટી ગઇ એમ એ ફુકાઈ જસે.

ADVERTISEMENT

એવી કોઈ ગલી નથી જ્યાં ગુજરાતીઓની ચાલી નથીઃ બાબા બાગેશ્વર
એવી કોઈ ગલી નથી જ્યાં ગુજરાતીઓની ચાલી નથી. કેમકે આ સંતોની ભૂમિ છે, આ કૃષ્ણની રાજ્ય ભૂમિ છે, આ સારંગપુર વાળા હનુમાનજીની ભૂમિ છે. આ દાદા સોમનાથની ભૂમિ છે. એક સૂત્ર આપી રહ્યો છું, હનુમાનજી રક્ષા કરશે, તમારા દિલમાં રામ બેસાડો, રામ રાજ્ય અપનાવો તમારું કોઈ વાળ વાકો નહીં કરી શકે. પોતાના ઘરો પર સીતારામ લખો, જેથી કોઈ નીકળે તો ખબર પડે કે આ સનાતનીનું ઘર છે. ભારતીય બધા એક થઈ જાઓ.

    follow whatsapp

    ADVERTISEMENT