પોરબંદરથી પકડાયેલા આતંકીઓની તપાસમાં મોટો ઘટસ્ફોટ, દેશમાં આતંકી હુમલાના શપથ લીધા હતા
અમદાવાદ: થોડા સમય પહેલા ગુજરાત ATS દ્વારા પોરબંદરથી પકડી લેવામાં આવેલા 4 આતંકીઓ વિશે મોટો ખુલાસો થયો છે. ATS દ્વારા આતંકી સંગઠન ઈસ્લામીક સ્ટેટ ઓફ…
ADVERTISEMENT
અમદાવાદ: થોડા સમય પહેલા ગુજરાત ATS દ્વારા પોરબંદરથી પકડી લેવામાં આવેલા 4 આતંકીઓ વિશે મોટો ખુલાસો થયો છે. ATS દ્વારા આતંકી સંગઠન ઈસ્લામીક સ્ટેટ ઓફ ખોરાસાન પ્રોવિન્સ (ISKP)નો વીડિયો રિકવર કરાયો છે. આ વીડિયોમાં મહિલા સહિત ચારેય આતંકીઓ દેશમાં આતંકી હુમલાના સોગંદ લેતા દેખાય છે.
ગુજરાત ATS દ્વારા હનાન, ઉબેદ, હાઝીમ અને ઝુબેર ઝડપવામાં આવ્યા હતા, જે આ વીડિયોમાં જોવા મળી રહ્યા છે. તપાસ એજન્સી આ કેસની તપાસમાં બે મહિનાથી લાગી છે. આતંકીઓનો શપથ લેતો આ વીડિયો ધરપકડના 15 દિવસ પહેલાનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. વીડિયોમાં ISIS ઝંડો પણ જોવા મળી રહ્યો છે. શપથ બાદ આતંકીઓએ ઝંડાને શ્રીનગર પાસેના કબ્રસ્તાન સામે દાટી દીધો હતો તેને પણ ગુજરાત ATS દ્વારા કબ્જે કરવામાં આવ્યો છે.
નોંધનીય છે કે, પોરબંદર ખાતેથી 3 કાશ્મિરી તથા 1 સુરતની મહિલાની ધરપકડ કરવામાં આવી હતી. એટીએસને તેમની પાસેથી મોબાઈલ ફોન, ટેબ્લેટ સહિત ધારદાર હથિયારો મળી આવ્યા હતા. સાથે જ તેમની પાસે ID કાર્ડ સહિતની માહિતી અને ડોક્યુમેન્ટ્સ પણ મળ્યા હતા. તેમના ફોનના ક્લાઉડ સ્ટોરેજની તપાસમાં ATSને સંખ્યાબંધ ઈમેજ ISKP બેનર્સ, ફ્લેગ્સ સાથેના વીડિયો મળી આવ્યા હતા. ચારેય આંતકીઓ પોરબંદરથી અફઘાનિસ્તામાં આતંકી હુમલામાં શહીદ થવાના પ્લાન સાથે નીકળવાના હતા, જોકે જહાજમાં બેસીને નીકળે તે પહેલા જ તેમને પકડી લેવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT