ગુજરાત ATSએ અલ કાયદાના નેટવર્કનો કર્યો પર્દાફાશ, રાજકોટથી ત્રણની ધરપકડ

ADVERTISEMENT

gujarattak
social share
google news

રાજકોટ: એક તરફ દેશમાં આઝાદી પર્વની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે બીજી તરફ તંત્ર સતર્ક છે. આ દરમિયાન રાજકોટમાં ATSની મોટી કાર્યવાહી સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ, ગુજરાત ATSએ આતંકી સંગઠન અલકાયદા સાથે સંકળાયેલા 3ની ધરપકડ કરી છે અને તેમની પાસેથી હથિયાર પણ જપ્ત કર્યા છે. મહત્ત્વનું છે કે, આ ત્રણેય આતંકી છેલ્લાં 6 મહિનાથી સોની બજારમાં રહેતા હતા. ત્યારે ગુજરાત ATSએ ઝડપેલાં ત્રણ આરોપીઓ પાસેથી એક પિસ્તોલ અને 10 કારતૂસ મળી આવ્યા છે.

ગુજરાત ATSએ એક મોટા ઓપરેશનમાં રાજકોટમાંથી આતંકવાદી સંગઠન અલ કાયદા સાથે જોડાયેલા ત્રણ શકમંદોની ધરપકડ કરી છે. ATS તેમની પાસેથી અલ કાયદાના પેમ્ફલેટ અને અન્ય સામગ્રી પણ મળી છે. ગુજરાત ATS દ્વારા ત્રણ શકમંદોની ધરપકડ કરવામાં આવી છે. તેમના નામ અમાન, અબ્દુલ શુકુર અને સૈફ નવાઝ છે. છેલ્લા 6 મહિનાથી સોની બજારમાં કામ કરતાં અને અલકાયદાનો પ્રચાર કરતાં શકમંદો પાસેથી ATSએ હથિયારો પણ જપ્ત કર્યા છે. ATSએ જણાવ્યા અનુસાર ત્રણેય લાંબા સમયથી અલકાયદાના સંપર્કમાં હતા. તેઓ સંપૂર્ણપણે કટ્ટરપંથી બની ગયા છે. ધરપકડ કરાયેલા શકમંદો પશ્ચિમ બંગાળના રહેવાસી છે.

ત્રણેયને અમદાવાદ લઈ જવામાં આવ્યા
ગુજરાત ATSએ અલ કાયદાના વધુ એક આતંકવાદી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. રાજકોટમાંથી ઝડપાયેલ ત્રણ શંકાસ્પદ આતંકવાદીઓ અરમાનમ અબ્દુલ શુકુર અને સૈફ નવાઝ પાસેથી હથિયાર પણ મળી આવ્યું છે. ત્યારે હાલ ત્રણેય શકમંદોને અમદાવાદ લઈ જવામાં આવ્યા છે.

ADVERTISEMENT

(વિથ ઈનપુટ:  નિલેશ શિશાંગિયા, રાજકોટ)

    follow whatsapp

    ADVERTISEMENT