Exclusive ગુજરાત ભાજપના આટલા ઉમેદવારો લગભગ નક્કી
નવી દિલ્હી : ગુજરાત માટે 09-11-2022 નો દિવસ ખુબ જ નાટકિય રહ્યો હતો. જ્યારે ભાજપના અનેક દિગ્ગજ નેતાઓના એક પછી એક રાજીનામા અને પોતે ચૂંટણી…
ADVERTISEMENT
નવી દિલ્હી : ગુજરાત માટે 09-11-2022 નો દિવસ ખુબ જ નાટકિય રહ્યો હતો. જ્યારે ભાજપના અનેક દિગ્ગજ નેતાઓના એક પછી એક રાજીનામા અને પોતે ચૂંટણી નહી લડે તે પ્રકારના નામ આવવા લાગ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, નવા નામો જાહેર થાય તે પહેલા જ નાટકીય રીતે આ તમામ દિગ્ગજ નેતાઓએ પોતે ચૂંટણી નથી લડવાના તે પ્રકારના લખેલા પત્રો વાયરલ થવા લાગ્યા હતા. ઉમેદવારોના નામ નક્કી કરવા માટે સાંજે ભાજપની કેન્દ્રીય સમિતીની બેઠક એક તરફ ચાલી રહી હતી અને બીજી તરફ એક પછી એક દિગ્ગજ નેતાઓ પોતે ચૂંટણી નહી લડે તેવી જાહેરાતો કરતા હતા. આ બેઠકમાં સીએમ ભુપેન્દ્ર પટેલ ઉપરાંત સીઆર પાટીલ અને અમીત શાહ અને પીએમ મોદી સહિત સમગ્ર પાર્લામેન્ટ્રી બોર્ડના સભ્યો હાજર હતા. જેમાં આ તમામ ઉમેદવારોના નામ પર ફાઇનલ મહોર લાગી હતી. જો કે યાદી મોડી રાત થઇ જવાના કારણે વહેલી સવારે જાહેર કરવાનો નિર્ણય લેવાયો હતો. પરંતુ આટલા નામ લગભગ નક્કી માનવામાં આવી રહ્યા છે.
CM ભૂપેન્દ્ર પટેલ, જીતુ વાઘાણીની ટિકિટ નક્કી
કુંવરજી બાવળીયા, જયેશ રાદડિયાની ટિકિટ નક્કી
હર્ષ સંઘવી, અલ્પેશ ઠાકોરની ટિકિટ નક્કી
હાર્દિક પટેલ, જગદીશ પંચાલની ટિકિટ નક્કી
જવાહર ચાવડા, ઋષિકેશ પટેલની ટિકિટ નક્કી
કનુભાઈ દેસાઈ, અર્જુન સિંહ ચૌહાણની ટિકિટ નક્કી
કિરીટ સિંહ રાણા, દેવા માલમની ટિકિટ નક્કી
કુબેર ડીંડોર, જીતુ ચૌધરીની ટિકિટ નક્કી
કીર્તિસિંહ વાઘેલા, મુકેશ પટેલની ટિકિટ નક્કી
આર. સી.મકવાણા, મનીષા વકીલની ટિકિટ નક્કી
નીમિષા સુથાર, નરેશ પટેલની ટિકિટ નક્કી
શંકર ચૌધરી, સંગીતા પાટીલ ની ટિકિટ નક્કી
ગણપતસિંહ વસાવા, ઈશ્વર પટેલની ટિકિટ નક્કી
બળવંત સિંહ રાજપૂત, જેઠા ભરવાડની ટિકિટ નક્કી
દિલીપ ઠાકોર, જયેશ રાદડિયાની ટિકિટ નક્કી
જવાહર ચાવડા, હર્ષદ રિબડીયાની ટિકિટ નક્કી
ગીતાબા જાડેજા, રજની પટેલ ની ટિકિટ નક્કી
કેતન ઇનામદાર, મધુ શ્રીવાસ્તવની ટિકિટ નક્કી
હીરા સોલંકી, પરસોત્તમ સોલંકીની ટિકિટ નક્કી
બાબુ બોખીરિયા, પબુભા માણેકની ટિકિટ નક્કી
જશા બારડ, શશીકાંત પડ્યાની ટિકિટ નક્કી
બાબુભાઈ જમના પટેલ, અશ્વિન કોટવાલની ટિકિટ નક્કી
અમિત ચૌધરી, રમણલાલ વોરાની ટિકિટ નક્કી
હિતુ કનોડિયા, પ્રફુલ પાનસેરિયાની ટિકિટ નક્કી
ભરત બોઘરા, પ્રદીપ સિંહ જાડેજાની ટિકિટ નક્કી
ભુપેન્દ્રસિંહ ચુડાસમા, આર.સી.ફળદુની ટિકિટ નક્કી
ADVERTISEMENT
ADVERTISEMENT