Gujarat: આંજણા ચૌધરી સમાજનો અજીબ નિર્ણય, ફેશનેબલ દાઢી રાખનાર યુવાનને 51,000નો દંડ

ADVERTISEMENT

gujarattak
social share
google news

બનાસકાંઠાઃ ધાનેરા ખાતે 54 ગામના આંજણા ચૌધરી સમાજ દ્વારા સમાજ સુધારણા બેઠકમાં અજીબ ઠરાવો કરવામાં આવ્યા છે. આ બેઠકમાં કુલ 21 ઠરાવ કરાયા છે. જેમાંથી ઘણા સમાજ સુધારણાને લઈને લેવાયા હોવાનું સમાજના આગેવાનોનું કહેવું છે. જોકે અજીબ ઠરાવ એ પણ હતો કે સમાજમમાં કોઈ યુવાન જો ફેશનેબલ દાઢી રાખશે તો તેને 51,000 રૂપિયાનો જંગી દંડ ફટકારવામાં આવશે. જોકે સમાજ દ્વારા કેટલાક મહત્વના ઠરાવ પણ કરવામાં આવ્યા હતા.

ઉદ્ધવ ઠાકરેએ ભાજપને ફેક્યો ખુલ્લો પડકાર, જાણો શું કહ્યું

‘દાઢી તો સંતો-મહાત્માઓ વધારે’
ધાનેરા ખાતે આવેલી કોલેજના કેમ્પસમાં ગતરોજ યોજાયેલી આંજણા ચૌધરી સમાજની બેઠક મળી હતી. ગામના આગેવાનો, વડીલો અને યુવાનો આ બેઠકમાં હાજર રહ્યા હતા. દરમિયાન શિકારપુરા ધામના ગાદિપતિ દયારામ મહારાજે કહ્યું કે, દાઢી રાખવી એ હિન્દુ ધર્મમાં સંત-મહાત્માઓનું કામ છે. પણ યુવાનો આવી દાઢી રાખે એ સમાજને ન શોભે તેથી દાઢી રાખવી જોઈએ નહીં. બેઠકમાં દાઢી રાખનારા આંજણા ચૌધરી સમાજનો કોઈ યુવાન હવેથી દાઢી રાખશે નહીં. અને જો રાખશે તો તેને 51 હજાર રૂપિયાનો દંડ કરવાાં આવશે.

ADVERTISEMENT

ધરપકડથી બચવા ટ્રમ્પ કરી શકે છે સરેન્ડરઃ ન્યૂયોર્ક પોલીસે ટ્રમ્પ ટાવર ઘેર્યું

વ્યસન બંધ કરવા પર ભાર મુકાયો
સમાજના પ્રમુખ રાયમલ પટેલે કહ્યું કે, આંજણા સમાજમાં વ્યસનો બંધ કરવા જોઈએ. ઉપરાંત પ્રસંગમાં થતા ખોટા ખર્ચા પણ બંધ કરવા જોઈએ. સાથે જ મરણ પ્રસંગમાં અફીણ પ્રથાને પણ નાબૂદ કરવાની વાત કરી હતી. તેમની આ વાતને સમાજના લોકોએ પણ વધાવી લીધી હતી. હવેથી સમાજમાં અફીણ પ્રથા ચાલુ રહેશે તો 1 લાખ રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવી છે. સાથે જ લગ્નમાં દીકરીને પેટી ભરવામાં 51000થી વધારે નહીં આપવા, ફટાકડા લગ્નમાં માપમાં ફોડવા, લગ્નપત્રિકાઓ સાદી છપાવવી, લગ્નમાં વોનોળા પ્રથા બંધ, ભોજન સમારંભમાં પૌષ્ટીક આહાર, ડીજે પર પ્રતિબંધ, લગ્નમાં પીરસવા ભાડૂતી માણસો નહીં, મરણમાં બહેનોના રૂપિયા ન લેવા કે ન આપવા, મરણના બારમાના દિવસે રાવણું કરી પછી કોઈએ જવું નહીં. મરણમાં દીવો બાળવા પણ સગા-સંબંધીઓને બોલાવવા નહીં. લાવવા સહિતના નિયમો બનાવાયા છે.

    follow whatsapp

    ADVERTISEMENT