Exclusive: ગુજરાતમાં ઓવૈસી પર પથ્થરમારો, વંદે ભારત ટ્રેનમાં આવતા હતા ત્યારે થયો હુમલોઃ વારીશ પઠાણ
સંજયસિંહ રાઠોડ.સુરતઃ સુરતના લિંબાયત બેઠક પર સભા સંબોધન કરવા આવતી વખતે AIMIMના નેતા અસુદુદ્દીન ઓવૈસી પર પથ્થર મારો થયો હવાની વાત પાર્ટીના નેતાઓ દ્વારા કરવામાં…
ADVERTISEMENT
સંજયસિંહ રાઠોડ.સુરતઃ સુરતના લિંબાયત બેઠક પર સભા સંબોધન કરવા આવતી વખતે AIMIMના નેતા અસુદુદ્દીન ઓવૈસી પર પથ્થર મારો થયો હવાની વાત પાર્ટીના નેતાઓ દ્વારા કરવામાં આવી હતી. તેઓનું કહેવું હતું કે તેઓ જ્યારે વંદે ભારત ટ્રેનમાં સફર કરીને સુરત આવવા નીકળ્યા હતા ત્યારે વચ્ચે રસ્તામાં પથ્થર મારો થયો હતો અને તેના કારણે ટ્રેનનો કાચ પણ તૂટી ગયો હતો.આ અંગે તેમના ભાઈ અને પાર્ટીના નેતા વારીશ પઠાણે કહ્યું હતું કે પથ્થરમારો થયો છે.
ઓવૈસી અને તેમની ટીમ ટ્રેનમાં હતી ત્યારે પથ્થરો પડ્યા
અમદાવાદથી સફર શરુ કરીને સુરત તરફ જતી વખતે AIMIMના પ્રમુખ ઓવૈસી પર વચ્ચે રસ્તામાં પથ્થરોથી હુમલો થયો હોવાના આરોપો પાર્ટીના નેતાઓ દ્વારા લગાવવામાં આવ્યા છે. જોકે હજુ સુધી સ્પષ્ટ થઈ રહ્યું નથી કે આ હુમલો કોના દ્વારા કરવામાં આવ્યો હતો. AIMIMની ટીમ સભા સ્થળ પર વંદે ભારત ટ્રેનથી જઈ રહી હતી. આ દરમિયાન પથ્થર વાગવાને કારણે ટ્રેનની બારીનો કાચ તૂટી ગયો હતો અને નુકસાન થવા પામ્યું હતું.આ પછી તેઓ સભા સ્થળ પર પહોંચ્યા હતા જ્યાં તેમણે ભાજપ અને અન્ય પાર્ટીઓ પર શાબ્દીક પ્રહાર કર્યા હતા.
ADVERTISEMENT
જેમને તમે વોટ આપ્યા તેમણે તમારી લાજ રાખી?- ઓવૈસી
તેમણે કહ્યું હતું કે, જ્યાં 11 શખ્સો મળીને એક બાળા સાથે દુષ્કર્મ કરે છે અને તે તમામને જેલથી છોડી દેવાય છે કહો હવે કે તે વોટની કિંમત કેટલી રહી ગઈ છે. તમારી તબાહીનું કારણ બની ગયા છે તેમને તમે વોટ આપશો? જે બાળકોના પીઠ પર પોલીસે લાઠીઓ વરસાવી, જાહેરમાં માર્યા હતા. કોઈએ અવાજ ન ઉઠાવ્યો તેથી ઓવૈસી આપને અપીલ કરે છે કે આપ મત આપો. પણ યાદ રાખો કે જેમને તમે વોટ આપ્યા તેમણે તમારી લાજ રાખી?
(Urvish Patel)
ADVERTISEMENT
ADVERTISEMENT