સાબરકાંઠાના કલ્યાણપુર ગામમાં જૂથ અથડામણની ઘટના, 10 લોકોને ગંભીર ઈજા પહોંચી

ADVERTISEMENT

gujarattak
social share
google news

સાબરકાંઠા: સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં આવેલા કલ્યાણપુરામાં જૂથ અથડામણની ઘટના ઘટી છે. દૂધ ભરાવવા જેવી સામાન્ય વાતમાં બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. જેના કારણે ગામમાં માહોલ ઉગ્ર બન્યો હતો. અથડામણમાં 10 જેટલા લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તો બીજી તરફ પોલીસનો કાફલો હાલ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

વિગતો મુજબ, ઈડર તાલુકાના કલ્યાણપુરા ગામમાં દૂધ ભરાવવા જેવી બાબતે બે જૂથો વચ્ચે બોલાચાલી થઈ હતી. આ બાદ બંને જૂથ વચ્ચે અથડામણની ઘટના બનતા અનેક લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. એવામાં ઈજાગ્રસ્તોને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં સારવાર માટે 108 મારફતે ખસેડવામાં આવ્યા હતા. હાલમાં ઈજાગ્રસ્તે ઈડરની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

તો પોલીસને આ અંગે જાણ થતા ગામમાં પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને સ્થિતિ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. હાલમાં અથડામણ બાદ ગામમાં અજંપાભરી શાંતિનો માહોલ છે. તો પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જેથી કરીને ફરીથી આ પ્રકારની કોઈ અનિચ્છનિય ઘટના ન બને.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT