GPSC ના ઉમેદવારો માટે ખુશખબર, 82 કેડરની 1625 જગ્યા પર કરશે ભરતી, કેલેન્ડર જાહેર

ADVERTISEMENT

GPSC Recruitment 2024
GPSC Recruitment 2024
social share
google news
  • GPSC ના ઉમેદવારો માટે ખુશખબર
  • GPSCએ 2024 માટેનું ભરતી કેલેન્ડર જાહેર કર્યું
  • સંભવિત 1625 જગ્યાઓ પર થશે ભરતી

GPSC Recruitment 2024: ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) 2024નું ભરતી કેલેન્ડર આજે જાહેર કર્યું છે. વર્ષ 2024 માટે GPSC વિવિધ 82 કેડરમાં 1625 જગ્યા પર ભરતીની જાહેરાત કરી છે. જેમાં વર્ગ-1,2ની ભરતી માટે 164 જેટલી જગ્યા જાહેર કરવામાં આવી છે. આ પહેલા વર્ષ 2023માં વર્ગ-1,2ની 100 જગ્યા, 2022માં પણ 100 જગ્યા પર ભરતી જાહેર કરાઇ હતી. પરંતુ આ વર્ષે વર્ગ-1,2ની જગ્યાઓમાં વધારો થવાનો અંદાજ છે. આજે સરકાર તરફથી ભરતી માટે અંતિમ મંજૂરી બાદ આયોગ નવા વર્ષ માટેનું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે.

Image

ADVERTISEMENT

GSSSB પણ 5200 પદો પર કરશે ભરતી

આ સિવાય ગૌણ સેવા પસંદગી મંડળ એડ નંબર 212 માટે 4300 પોસ્ટ ભરતીની જાહેરાત કરી હતી જેમાં હવે વધારો કરી દેવામાં આવ્યો હતો. હવે 4300 નહીં 5200 જગ્યા પર આ ભરતી કરવામાં આવશે. જુનીયર ક્લાર્ક સંવર્ગની જગ્યાઓમાં 898 વધારો કરવામાં આવ્યો છે. આ સિવાય હેડ ક્લાર્ક ,ઓફિસ આસિસ્ટન્ટ સિનિયર ક્લાર્ક સહિત આશરે 22 કેડરમાં ભરતી થવાની છે.

    follow whatsapp

    ADVERTISEMENT