સુરત આગ દુર્ઘટનાઃ એથર કેમિકલ કંપની સામે કાર્યવાહી, GPCBએ ક્લોઝર નોટિસ સાથે 50 લાખનો ફટકાર્યો દંડ
Surat News: સુરતના સચિન જીઆઈડીસી ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી એથર કેમિકલ કંપનીમાં બનેલા આગના બનાવે ગુજરાતભરમાં ચકચાર મચાવી દીધો છે. ત્યારે હવે આ એથર કેમિકલ કંપનીની…
ADVERTISEMENT
Surat News: સુરતના સચિન જીઆઈડીસી ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી એથર કેમિકલ કંપનીમાં બનેલા આગના બનાવે ગુજરાતભરમાં ચકચાર મચાવી દીધો છે. ત્યારે હવે આ એથર કેમિકલ કંપનીની મુશ્કેલીઓ વધી છે. હવે GPCBએ ક્લોઝર નોટિસ સાથે 50 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. તો બીજી બાજુ કેમિકલ કંપનીમાં આગ કઈ રીતે લાગી તે જાણવા વિવિધ એજન્સીઓની મદદ લેવાઈ છે. મહત્વનું છે કે, એથર કમિકલ કંપનીમાં લાગેલી ભીષણ આગમાં 27 કામદારો દાઝી ગયા છે, જેમાંથી 3 કામદારોની હાલ ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જ્યારે લાપતા થયેલા 7 કામદારોના કંકાલ મળી આવ્યા બાદ પરિવાર પર જાણે આભ ફાટી ગયું છે.
કંપનીના અધિકારીઓએ વ્યક્ત કર્યું હતું દુઃખ
એથર ઈન્ડસ્ટ્રીઝે ગતરોજ પત્રકાર પરિષદ કરીને આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું. કંપનીના અધિકારીઓ કહ્યું હતું કે, અમારા 7 મૃત કામદારોના પરિવારો પ્રત્યે દિલથી સંવદના વ્યક્ત કરીએ છીએ. મૃતકના પરિવારજનોને વ્યક્તિ દીઠ રૂ.50 લાખ વળતર આપવામાં આવશે. સાથે જ પરિવારના સભ્યોને ઈચ્છા હશે તો નોકરી પણ આપવામાં આવશે. મૃતકોના બાળકો માટે અભ્યાસની વ્યવસ્થા પણ કરવામાં આવશે. બીજી બાજુ ઈજા થવાથી કાયમી અપંગતા ઉત્પન્ન થાય અને કામ કરવામાં સક્ષમ ન રહેતા કામદારોને રૂ.25 લાખ તેમજ સારવારનો તમામ ખર્ચ અપાશે.
મંગળવારે રાત્રે લાગી હતી ભીષણ આગ
સુરત સચિન જીઆઈડીસીમાં રોડ નંબર 8 પર આવેલી એથર કેમિકલ કંપનીમાં મંગળવારે રાત્રે 2 વાગ્યે સ્ટોરેજ ટેન્કમાં રાખેલા કેમિકલમાં બ્લાસ્ટ થયા બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. ફાયરનો મેજર કોલ જાહેર થતા ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. ફાયરની એક ડઝન જેટલી ગાડીઓ આગ બુજાવવામાં લાગી હતી. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો. જોકે, આગમાં 27 જેટલા કામદારો દાઝી જતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.
ADVERTISEMENT
મળી આવ્યા હતા 7 માનવ કંકાલ
જ્યારે 7 કર્મચારીઓ લાપતા થઈ ગયા હતા. જેની કંપનીના મેનેજરે સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ જાણવાજોગ અરજી કરી હતી. જે બાદ ગઈકાલે આ 7 કર્મચારીઓના કંકાલ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. જે બાદ તમામ મૃતદેહોને પી.એમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા છે.
27 કામદારો દાઝી ગયા
આ દુર્ઘટનામાં 27 જેટલા કામદારો દાઝ્યા છે. જેમાંથી આઠથી વધુ કામદારો ગંભીર રીતે દાજી જતાં હોસ્પિટલની અંદર સારવાર લઈ રહ્યા છે. 3 કામદારો 70થી 100 ટકા સુધી દાજી જતાં જીવન-મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT