રખડતા ઢોર મુદ્દે ગુજરાત સરકાર ફરીથી બિલ પર ચર્ચા કરી શકે છે…
ગાંધીનગર: ગુજરાત હાઈકોર્ટે સોમવારે રાજ્ય સરકાર પાસે કેટલ કંટ્રોલ ઈન અર્બન એરિયાઝ બિલ 2022ની સ્થિતિ વિશે વિગતો માગી હતી. નોંધનીય છે કે અગાઉ આ બિલને…
ADVERTISEMENT
ગાંધીનગર: ગુજરાત હાઈકોર્ટે સોમવારે રાજ્ય સરકાર પાસે કેટલ કંટ્રોલ ઈન અર્બન એરિયાઝ બિલ 2022ની સ્થિતિ વિશે વિગતો માગી હતી. નોંધનીય છે કે અગાઉ આ બિલને સ્થગિત કરવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ દરમિયાન દંડની જોગવાઈઓ થોડી ઓછી કર્યા પછી સરકાર આ કાયદાને લાગૂ કરવા માટે વિચારણા કરશે. રખડતા ઢોરના જોખમ પર કોર્ટની અરજી દરમિયાન ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસિએશન ( GHAA ) દ્વારા બિલનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. આ દરમિયાન તેમણે આરોપ મુક્યો હતો કે પ્રભાવશાળી લોકોના કહેવા પરથી બિલ પસાર થયા પછી તેને રોકી રાખવામાં આવ્યું હોવાની પણ માહિતી આપી હતી.
સરકારી વકીલે બિલ મુલતવી રાખવાનું કારણ જણાવ્યું…
ન્યાયાધીશોએ જ્યારે એવો પ્રશ્ન કર્યો કે રાજ્ય સરકાર આ એક દાવાની સુનાવણી કરવામાં પણ આટલો સમય કેમ પસાર કરી રહી છે. જેના જવાબમાં સરકારી વકીલે પક્ષ રજૂ કર્યો હતો. તેણે જણાવ્યું કે આ બિલ પસાર થયાને પણ ઘણો સમય થઈ ગયો છે, અત્યારે સમય એટલે જઈ રહ્યો છે કારણ કે આ સરકારની વિચારણા હેઠળ છે. આની પાછળ કેટલાક પાસાઓ રહેલા છે જેની વિગતવાર તપાસ હાથ ધરાશે.
GHAA દ્વારા દરખાસ્ત કરવામાં આવી હતી કે જે પણ લોકો પોતાના પશુઓને શેરીઓમાં રખડતા મુકી દે છે તેમની સામે IPC સેક્શન 304 હેઠળ કાર્યવાહી હાથ ધરવી જોઈએ. આની સાથે જ જે લોકો રખડતા ઢોરને પકડતા સમયે થતી કાર્યવાહીને બાધારૂપ બને છે એની સામે પણ કડક પગલા ભરવા ટકોર કરી હતી. જોકે સરકારે IPC 304 લગાવવી થોડી વધારે કઠોર ગણાવી અને આ મુદ્દે વિચારણા કરવા ટકોર કરી હતી. બંને બાજુ સંતુલન જળવાઈ રહે એની માગણી કરવામાં આવી હતી.
ADVERTISEMENT
પશુપાલકો સરકારના નિર્ણયથી નારાજ થઈ શકે
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગુજરાત સરકાર આ વર્ષે એપ્રિલમાં રાજ્યસભાની વિધાનસભામાં જે બિલ પસાર કરાયું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સરકાર અત્યારના કાયદાઓના સુધારા તરીકે બિલ રજૂ કરશે અથવા સુધારાની યાદી આપતો વટહુકમ બહાર પાડશે.
આ બિલમાં પશુપાલકોએ ગુજરાતના આઠ શહેરો અને 156 નગરોમાં પશુપાલન માટે લાયસન્સ મેળવવાનું રહેશે. આ મેળવ્યા પછી 15 દિવસમાં પશુઓને ટેગ કરવામાં આવશે. નોંધનીય છે કે જો માલિક આવુ કરવામાં નિષ્ફળ રહેશે તો તેને એક વર્ષ સુધીની કેદ અથવા 10 હજાર રૂપિયા સુધીનો દંડ ફટકારાઈ શકે છે.
ADVERTISEMENT
જો કોઇપણ વ્યક્તિ ઢોર પકડવાની કામગીરી દરમિયાન અધિકારી પર હુમલો કરે અથવા અડચણો ઉભી કરે તો જવાબદાર વ્યક્તિને એક વર્ષની જેલ અથવા રૂ. 50,000ના દંડની સજા કરવામાં આવશે. ટેગવાળા ઢોરને જપ્ત કરવા પર તેના માલિકને પ્રથમ વખત રૂ. 5,000 અને બીજી વખત રૂ. 10,000નો દંડ કરવામાં આવશે; ત્રીજી જપ્તી પર 10,000 રૂપિયાનો દંડ અને એફઆઈઆર કરવામાં આવશે.
ADVERTISEMENT
ADVERTISEMENT