રખડતા ઢોરની સમસ્યા ઉકેલવા સરકારે આ ઉપાય શોધ્યો, મોરબીથી કરી શરૂઆત, હવે મોટા શહેરોમાં થશે અમલ
મોરબી: રાજ્યમાં રખડતા ઢોરની સમસ્યા ખૂબ વકરી રહી છે. છાસવારે રખડતા ઢોરના કારણે જીવલેણ અકસ્માતો થતા હોય છે. ત્યારે આ સમસ્યાને નાથવા માટે સરકારે મહત્વનો…
ADVERTISEMENT
મોરબી: રાજ્યમાં રખડતા ઢોરની સમસ્યા ખૂબ વકરી રહી છે. છાસવારે રખડતા ઢોરના કારણે જીવલેણ અકસ્માતો થતા હોય છે. ત્યારે આ સમસ્યાને નાથવા માટે સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. જે મુજબ પાયલોટ પ્રોજેક્ટ તરીકે 20મી જાન્યુઆરીથી મોરબીમાં શ્રી યદુનંદર ગૌ સેવા ટ્રસ્ટ ખાતે 50 જેટલા આખલા અને વાછરડાનું વૈજ્ઞાનિક પદ્ધતિથી ખસીકરણ કરવામાં આવ્યું હતું.
ફરતા પશુ દવાખાનાની સંખ્યા વધારાશે
રાજ્યમાં હાલ 460 જેટલા હરતા ફરતા પશુ દવાખાના કાર્યરત છે. ગામે ગામ પશુઓની સારવાર વધુ સુલભ બનાવવા વધુ 127 ફરતા પશુ દવાનાખા પણ શરૂ કરાશે. રાહદારીઓને ઢોરોના કારણે થતા અકસ્માતના બનાવોને અટકાવવા માટે સરકાર દ્વારા આ ખસીકરણનો નિર્ણય લેવાયો હોવાનું કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું. આ સાથે જ તેમણે મોરબીથી શરૂ થયેલા આ ખસીકરણ ઝુંબેશને વ્યાપક અને સફળ બનાવવા ગૌશાળાઓ, સંસ્થાઓ અને નાગરિકોને સહયોગ આપવા અપીલ કરી હતી.
ખસીકરણ માટે રૂ.50 લાખનું બજેટ ફાળવ્યું
નોંધનીય છે કે રાજ્ય સરકારના આંકડા મુજબ હાલ ગુજરાતમાં કુલ 50 હજાર જેટલા આખલા છે. તેમના ખસીકરણ માટે સરકારે પ્રાથમિક ધોરણે રૂ.50 લાખનું બજેટ ફાળવ્યું છે. ઉપરાંત રાજ્યની તમામ આઠ મહાનગર પાલિકાઓ તથા જિલ્લા પંચાયતોમાં પણ આખલાના ખસીકરણની કામગીરી આગામી સમયમાં શરૂ કરવામાં આવી શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT