કીર્તિદાન ગઢવીના ડાયરામાં રૂ.1 કરોડની નોટો ઉછળી, ઈતિહાસમાં પહેલીવાર સોના-ચાંદીના સિક્કાનો વરસાદ
પાલનપુર: પાલનપુરમાં જલારામ મંદિરના પ્રાણ પતિષ્ઠા મહોત્સવમાં લોકગાયક કીર્તિદાન ગઢવીનો ડાયરો યોજાયો હતો. જેમાં રૂ.1 કરોડનો વરસાદ થયો હતો. આટલું જ નહીં કીર્તિદાન ગઢવી પર…
ADVERTISEMENT
પાલનપુર: પાલનપુરમાં જલારામ મંદિરના પ્રાણ પતિષ્ઠા મહોત્સવમાં લોકગાયક કીર્તિદાન ગઢવીનો ડાયરો યોજાયો હતો. જેમાં રૂ.1 કરોડનો વરસાદ થયો હતો. આટલું જ નહીં કીર્તિદાન ગઢવી પર પહેલીવાર ચાંદીના અને સોનાના સિક્કાનો વરસાદ થયો હતો. આ જોઈને ખુદ કીર્તિદાન ગઢવી પણ ચોંકી ઉઠ્યા હતા. જેનો વીડિયો હાલમાં સામે આવ્યો છે.
જલારામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ડાયરાનું આયોજન
બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં 3 દિવસ માટે જલારામબાપા મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો હતો. જેમાં ગઈકાલે બુધવારે રાત્રે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોકડાયરામાં કીર્તિદાન ગઢવી, હાસ્યકલાકાર જગદીશ ત્રિવેદી, સાહિત્યકાર બ્રિજરાજદાન ગઢવી, લોકગાયિકા ઉર્વશી રાદડિયા અને સાહિત્યકાર ચતુરદાન ગઢવીએ જમાવટ કરી હતી.
લોકોએ નોટો સાથે સોના-ચાંદીના સિક્કા ઉછાળ્યા
લોકડાયરામાં કીર્તિદાન ગઢવી પર જલારામ માનવ સેવા ટ્રસ્ટ તથા સમસ્ત રઘુવંશી પરિવાર તરફથી લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રૂ.10, 20, 50, 100 સહિતની નોટોનો વરસાદ થયો હતો. આમ 1 કરોડ રૂપિયા લોકડાયરામાં ઉડ્યા હતા. આટલું ઓછું હોય તેમ કીર્તિદાન ગઢવી પર ચાંદી અને સોનાના સિક્કાનો પણ વરસાદ કરવામાં આવ્યો હતો. ઈતિહાસમાં પહેલીવાર હશે જ્યારે લોકડાયરામાં કોઈએ આ રીતે સોના-ચાંદીના સિક્કાનો વરસાદ કર્યો છે. જેનો વીડિયો પણ સામે આવ્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT