જ્વેલર્સની દુકાનમાં ધોળા દિવસે લૂંટ, ગ્રાહક નજર સામે દાગીના ભરેલો ડબ્બો લઈને ભાગ્યો, CCTVમાં કેદ ઘટના

ADVERTISEMENT

gujarattak
social share
google news

ધનેશ પરમાર/બનાસકાંઠા: ડીસાના સોની બજારમાં આવેલી એક જવેલર્સ શોપમાં ધોળા દિવસે સનસનીખેજ લૂંટ થઈ છે. જેમાં સોનાના દાગીનાની ખરીદી કરવા આવેલ એક શખ્સે ખરીદી બહાને દુકાનમાં પ્રવેશ કર્યો હતો. તે બાદ દાગીના ભરેલ ડબ્બો લઈ ભાગી છૂટયો હતો. જોકે વેપારીએ ચોર ચોર… ની બૂમો પણ પાડી હતી. પરંતુ આ લૂંટારો અન્ય શખ્સની બાઈક પાછળ બેસી ભાગી છૂટ્યો હતો. આ આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જે આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

માદળિયું ખરીદવા આવ્યો હતો ગ્રાહક
આ લૂંટ ચલાવનાર ઈસમે સોની ગૌરીબેન આયદાંનભાઈ નામની જવેલર્સ શોપને નિશાન બનાવી હતી. બપોરના સુમારે જ્યારે દુકાન માલિક આયદાંનભાઈ દુકાનમાં બેઠા હતાં ત્યારે એક વ્યક્તિ સોનાનું માદળિયું (લોકેટ) ખરીદવા બહાને આવ્યો હતો. લૂંટારૂએ વેપારીને ડબ્બામાંથી આ દાગીના બતાવવા માટે કહ્યું હતું. જેવો વેપારી અન્ય દાગીના બતાવવા માટે પાછળ ફર્યો કે તરત જ આ શખ્સ સોનાના માદળિયું ભરેલ ડબ્બો લઈ ભાગી ગયો હતો.

દાગીના બહાર કાઢી ડબ્બો લઈને જ ભાગી ગયો
પીડિત વેપારીએ બૂમાબૂમ કરીને દૂકાનની બહાર દોડી આવતા લોકો ત્યાં પહોંચી ગયા હતા. જોકે આ લૂંટારાનો અન્ય સાથીદાર મોટર સાઈકલ લઈને બહાર જ ઊભો હતો. જેની પાછળ બેસી બન્ને લૂંટારાઓ ભાગી છૂટયા હતા. આ લૂંટમાં અંદાજિત દોઢ લાખના સોનાના માદળિયા લઈ બે લૂંટારાઓ ભાગી છૂટયા છે. જે ભાગતા આજુબાજુના સિસિટીવી કેમેરામાં કેદ થઇ ગયા છે. જે આધારે ડીસા દક્ષિણ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT