2002: ગોધરામાં સાબરમતી એક્સપ્રેસ સળગાવનારા દોષિતોને સુપ્રીમ કોર્ટે આપ્યા જામીન
સંજય શર્મા.નવી દિલ્હી/શાર્દૂલ ગજ્જર.ગોધરાઃ સુપ્રીમ કોર્ટે ગોધરા સ્ટેશન પર 2002માં સાબરમતી એક્સપ્રેસના કોચને આગ લગાડવા અને પથ્થરમારો કરીને મુસાફરોની હત્યા કરવા બદલ આજીવન કેદની સજા…
ADVERTISEMENT
સંજય શર્મા.નવી દિલ્હી/શાર્દૂલ ગજ્જર.ગોધરાઃ સુપ્રીમ કોર્ટે ગોધરા સ્ટેશન પર 2002માં સાબરમતી એક્સપ્રેસના કોચને આગ લગાડવા અને પથ્થરમારો કરીને મુસાફરોની હત્યા કરવા બદલ આજીવન કેદની સજા પામેલા આઠ દોષિતોને જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો. મૃત્યુદંડની સજા પામેલા ચાર દોષિતો હાલ જેલમાં રહેશે. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ અને ન્યાયમૂર્તિ પીએસ નરસિમ્હાની બેન્ચે આદેશ આપ્યો હતો. આ લોકો 17-18 વર્ષથી જેલમાં છે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ ગોધરાકાંડ પછી ગુજરાતમાં ફાટી નીકળેલા રમખાણો દરમિયાનના નરોડા ગામ હત્યા કાંડમાં 11 લોકોને જીવતા સળગાવી દેવાના કેસમાં સ્પેશ્યલ કોર્ટે આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા.
કોર્ટે જામીન આપતી વખતે શું કહ્યું…
ગોધરાકાંડમાં દોષિતોના જામીન પર સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશની અદાલતે જણાવ્યું હતું કે ફાંસીની સજા પામેલા ચાર દોષિતોને છોડીને બાકીના દોષિતોને આજીવન કેદની સજા પર જામીન આપી શકાય છે. જામીન મેળવનાર તમામ દોષિતો આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે. કોર્ટે કહ્યું કે જામીનની શરતો પૂરી કર્યા બાદ બાકીના લોકોને જામીન પર મુક્ત કરવામાં આવે. દોષિતોના વકીલ સંજય હેગડેએ ઇદને ધ્યાનમાં રાખીને તેમને જામીન પર મુક્ત કરવાની અપીલ કરી હતી.
યુવરાજસિંહે સરકાર પર કર્યા પ્રહારો કહ્યું, ભાજપનો ખેસ પહેરો એટલે સમન્સ નથી આવતું
ગોધરાના દોષિતો પૈકી આઠ આરોપીઓને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. વર્ષ 2002 માં સાબરમતી એક્સપ્રેસ ટ્રેનમાં આગ લગાવવાના કેસમાં દોષિત સાબિત થયેલા અને હાલ આજીવન કેદની સજા ભોગવી રહેલા દોષિતોએ સુપ્રીમ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. જેના પર સુનાવણી કરતાં આજે સુપ્રીમ કોર્ટે 8 દોષિતોના જામીન મંજૂર કરી દીધા છે. તો અન્ય 4 દોષિતોના જામીન ફગાવી દીધા છે. મહત્વનું છે કે ગોધરા કાંડમાં 31 દોષિતોએ સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી કરી હતી.
ADVERTISEMENT
કોને મળ્યા જામીન
અબ્દુલ સતાર ગડી
અયુબ પાટરીયા
અ રહમાન ઘતિયા
હનીફ બદામ
સુલેમાન ટાઈગર
ઈબ્રાહીમ સમોલ
શોએબ કલંદર
રઉફ ઠેસલી
આ લોકોના જામીન મંજુર કરવામાં આવ્યા જ્યારે બીજા 4 લોકોના મહેબુબ મીઠા, સીદીક મોડીયા, અનવર બલા, શોકત બદામ સહીત ઓરોપીઓની 8 મા મહીનાની તારીખ પડી છે.
ADVERTISEMENT