ગિરનાર રોપ-વે સતત બીજા દિવસે પણ રહેશે બંધ, આ કારણે લેવાયો નિર્ણય
ભાર્ગવી જોશી જૂનાગઢ: રાજ્યના વાતાવરણમાં સતત બદલાવ આવી રહ્યો છે. એક તરફ ઉનાળાની શરૂઆત વરસાદ થઈ થઈ છે. તો ભર ઉનાળે નદી બે કાંઠે વહેતી…
ADVERTISEMENT
ભાર્ગવી જોશી જૂનાગઢ: રાજ્યના વાતાવરણમાં સતત બદલાવ આવી રહ્યો છે. એક તરફ ઉનાળાની શરૂઆત વરસાદ થઈ થઈ છે. તો ભર ઉનાળે નદી બે કાંઠે વહેતી જોવા મળી છે. આ દરમિયાન ફરી વાતાવરણમા બદલાવ જોવા મળ્યો છે. જૂનાગઢમાં ગઈ કાલથી જ પવનનું જોર હોવાથી ભારે પવનના કારણે ગિરનાર રોપ-વે બંધ કરી દેવામાં આવી છે. લોકોની સલામતીને ધ્યાને લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
જૂનાગઢમાં ભારે પવનને કારણે ગિરનાર રોપવે બંધ દેવામાં આવ્યો છે. ઉષા બ્રેકો કંપનીએ ગિરનાર રોપ-વે હાઇ સ્પીડમાં ચાલે તેવી વ્યવસ્થા કરી છે. રોપ વે ટ્રોલી ઝડપી પવનમાં જોખમમાં હોઈ શકે છે જેને લઈ લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગઈકાલે રોપ-વે બંધ કરી દેવામાં આવી છે. ત્યારે આજે પણ રોપ વે સેવ બંધ કરી દેવામાં આવી છે. આજે સવારથી ગિરનાર રોપ-વે બંધ રહેતા પરપ્રાંતીયોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. લોકો રજાના દિવસોમાં રોપ-વેની યાત્રા માણવા આવ્યા હતા, ભારે પવનના કારણે રોપ-વે ગઈકાલે પણ બંધ રહ્યો હતો અને આજે પણ બંધ રહેશે.
ભાવિકો મુકાયા મુશ્કેલીમાં
એક તરફ બાળકોને વેકેશન ચાલી રહ્યું છે. જેણે લઈ લોકો વિવિધ પર્યટક સ્થળની મુલાકાત લઈ રહ્યા છે. આ દરમિયાન રોપ વેનો આણંદ લેવા અને ગિરનારના દર્શને પહોંચેલા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે.વાતાવરણમાં આવેલા બદલાવના કારણે 3300 ફૂટની ઉંચાઈએ ચાલતા રોપ વેને વાવાઝોડાની જેમ ફૂંકાતા પવનને કારણે સતત બે દિવસ બંધ રાખવો પડ્યો હતો. ભારે પવનના કારણે સવારનું વાતાવરણ ખુશનુમા હતું પરંતુ રોપ-વે બંધ કરી દેવામાં આવતા દર્શનાર્થીઓએ 10,000 પગથિયાં ચડીને દર્શન કર્યા હતા.
ADVERTISEMENT
લોકોની સલામતીને જોઈ લેવાયો નિર્ણય
ખરાબ વાતાવરણ ના કારણે રોપવે ટ્રોલી ચલાવવી મુશ્કેલ બની રહે છે. તેવામાં અચાનક ક્યારેક જો વાતાવરણમાં પલટો આવી જાય તો આ સેવા બંધ કરવી પડે છે. ગિરનાર પર્વત પર પવનની ગતિ વધુ હોવાથી રોપ વે ટ્રોલી ચલાવવી મુશ્કેલ બની ગઈ હતી. તેવામાં પ્રવાસીઓની સલામતી મુદ્દે આ સેવાને બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે આના કારણે દૂર-દૂરથી અહીં પ્રવાસે આવેલા મુસાફરોમાં આજના દિવસે રોપવે બંધ હોવાથી ભારે નારાજગી જોવા મળી રહી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું ઇ લોકાર્પણ
એશિયાના સૌથી લાંબો અને ઊંચાઈ ધરાવતો ગીરનાર રોપ-વે પ્રવાસીઓમાં અનેરુ આકર્ષણ જમાવ્યું છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, 24 ઓક્ટોબર, 2020ના રોજ એશિયાના સૌથી મોટા ગિરનાર રોપ-વેનું ઈ-લોકાર્પણ કર્યું હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT