ભુજમાં અમદાવાદની યુવતી પર રેપ નહોતો થયો! હનીટ્રેપમાં ફસાવી 4 કરોડ માગતા દિલીપ આહિરે આપઘાત કરી લીધો
કચ્છ: કચ્છના ભુજમાં અમદાવાદની એક યુવતી દ્વારા યુવક સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવાઈ હતી. જે બાદ યુવકે ઝાડ પર ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. ત્યારે…
ADVERTISEMENT
કચ્છ: કચ્છના ભુજમાં અમદાવાદની એક યુવતી દ્વારા યુવક સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવાઈ હતી. જે બાદ યુવકે ઝાડ પર ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. ત્યારે આ મામલે હવે નવો વળાંક આવ્યો છે. મૃતક દિલીપ આહીરને હનીટ્રેપમાં ફસાવીને 4 કરોડ રૂપિયાની માગણી કરવામાં આવી હોય તેવો ખુલાસો થયો છે. જેમાં માસ્ટરમાઈન્ડ તરીકે જયંતી ભાનુશાળી હત્યા કેસમાં જેલમાં બંધ મનીષા ગોસ્વામીનું નામ ખૂલ્યું છે. હાલમાં પોલીસે આ હનીટ્રેપમાં તમામ આરોપીઓ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદની યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી
ગત 3 જૂનના રોજ ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર માટે આવેલી અમદાવાદની યુવતીએ માધાપરના દિલીપ આહિર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. બંને સોશિયલ મીડિના માધ્યમથી સંપર્કમાં આવ્યા હતા. યુવતીએ ભુજ નજીક સેડાતાના હાઈલેન્ડ રિસોર્ટમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જોકે ફરિયાદના કલાકોમાં જ યુવક દિલીપની નલિયા રોડ પર ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી.
મનીષા ગોસ્વામી નીકળી હનીટ્રેપની માસ્ટરમાઈન્ડ
સમગ્ર મામલે કચ્છ પશ્ચિમના એસ.પીએ જણાવ્યું હતું કે, બનાવ શરૂઆતથી શંકાસ્પદ લાગતો હતો અને હનીટ્રેપની આશંકા હતી. તપાસ બાદ આ સાચું પડ્યું છે અને હનીટ્રેપની માસ્ટરમાઈન્ડ જેલમાં બંધ મનીષા ગોસ્વામી હોવાનું સામે આવ્યું છે.
ADVERTISEMENT
કેવી રીતે રચાયું 4 કરોડની ખંડણી માગવાનું કાવતરું?
પોલીસ મુજબ, દુષ્કર્મની ફરિયાદ નોંધાવનારી દિવ્યા ચૌહાણ તેના મિત્ર અજય પ્રજાપતિ અને અખલાક પઠાણ દ્વારા મનીષા ગોસ્વામીના સંપર્કમાં આવી હતી. મનીષાએ પહેલા કુવૈતના બિઝનેસમેને હનીટ્રેપમાં ફસાવી 10 કરોડ પડાવવાનો પ્લાન કર્યો હતો, જોકે તેની ટ્રિપ કેન્સલ થતા આરોપીઓએ દિલીપને ફસાવવાનો પ્લાન બનાવ્યો. બાદમાં દિવ્યાએ દિલીપ સાથે ચેટિંગ કરવાનું શરૂ કર્યું અને મિત્રતા કેળવી. બાદમાં પ્લાન મુજબ ભુજની હોટલમાં જવાનું અને દુષ્કર્મની ફરિયાદ નોંધાવી 4 કરોડ માગવાનું નક્કી કરાયું હતું. આરોપીઓએ દિલીપની પ્રોપર્ટી વિશે પણ તમામ માહિતી એકઠી કરી હતી.
ADVERTISEMENT