Congressની ચિંતા વધી, યુથ કોંગ્રેસના સેનાપતિ બાદ મહામંત્રીનું રાજીનામું

ADVERTISEMENT

Congress
Congress
social share
google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે હવે રાજ્યમાં રાજકીય ગતિવિધિઓ તેજ થવા લાગી છે. તોડજોડની રાજનીતિ શરૂ થઈ ચૂકી છે. એક બાદ એક નેતાઓના રાજીનામાં  પડવા લાગ્યા છે અને બીજી તરફ ભાજપમાં કોંગ્રેસના નેતાઓનો ભરતીમેળો પણ શરૂ થઈ ચૂક્યો છે. ત્યારે હવે રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ પહેલા રાજીનામાં પડવાનો દોર શરૂ થયો હતો જે યથાવત શરૂ રહ્યો છે.યુથ કોંગ્રેસના અધ્યક્ષ બાદ મંત્રીએ પણ રાજીનામું આપી દીધું છે.

એક તરફ ચૂંટણી નજીક આવી રહી છે અને બીજી તરફ એક પછી એક કોંગ્રેસના નેતાઓની નારાજગી સામે આવી રહી છે. કોંગ્રેસ એક સાંધે ત્યાં 13 તૂટે તેવી પરિસ્થિતનું નિર્માણ થયું છે. યુથ કોંગ્રેસના અધ્યક્ષ વિશ્વનાથ વાઘેલા તેના મિત્ર હાર્દિક પટેલના રસ્તે ચાલ્યા છે. ત્યારે હવે કોંગ્રેસના મહામંત્રી વિનયસિંહ તોમરે રાજીનામું ધરી દીધું હતું. કોંગ્રેસને રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાંજ એક બાદ એક ફટકા લગવાનું શરૂ થઈ ચૂક્યું હતું તેમ યૂથ કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી જીગર માળીની નારાજગી બહાર આવી તેમણે રાજીનામું ધરી દીધું. હજુ આ નારાજગી શાંત ન પડી અને ત્યાર બાદ કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUIના પ્રદેશ ઉપાધ્યક્ષ પાર્થ દેસાઇએ પણ રાજીનામું ધરી દીધું છે.

એક બાદ એક યુવાનો કોંગ્રેસથી નારાજ થઈ અને ભાજપ પક્ષનો સાથ આપવા લાગ્યા છે. એક તરફ ચૂંટણી નજીક છે અને બીજી તરફ નારાજ નેતાઓએ કોંગ્રેસની ચિંતા વધારી દીધી છે. કોંગ્રેસમા જુથબંધીના કારણે યુથ કોંગ્રેસના મંત્રી હેમાંગ પટેલે પણ રાજીનામું આપી દીધું હોવાની વિગતો સામે આવી રહી છે. આવનાર બે દિવસમાં આ રાજીનામાં ધરી દેવાનો સિલસિયો યથાવત રહે તો નવાઈ નથી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT