મહેસાણાના ONGC પ્લાન્ટમાંથી ગેસ લીક, સેંકડો લોકોને સમસ્યા થતા આરોગ્યની ટીમનો ખડકલો

ADVERTISEMENT

gujarattak
social share
google news

મહેસાણા : ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) ના સંથાલ ખાતે આવેલા પ્લાન્ટ 2 માં ઝેરી ગેસ લીક થયો હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. ઓએનજીસીના વેલમાંથી ગેસ લીક થવાના કારણે આસપાસના 15 ગામોને અસર થઇ છે. એકાએક ઝેરી ગેસ લીક થવાના કારણે અફડાતફડીનો માહોલ જોવા મળી રહ્યો છે. જો કે આ ઝેરી ગેસ લીક થવાના કારણે હજી સુધી કોઇ જાનમાલના નુકસાનના સમાચાર નથી.

આરોગ્યની ટીમો ગામે ગામ ઉતારી દેવામાં આવી
મહેસાણા નજીક સાંથલની સીમમાં ongc ના વેલમાંથી ઝેરી ગેસ લીક થવાની ઘટના સામે આવી છે. લીકેજ, આસપાસના 15 ગામોને ઝેરી ગેસની અસર થઇ રહી છે. ongc ના વેલમાંથી એકાએક ઝેરી ગેસ લીકેજ તેની અસર પંદર ગામોને પડી હતી. આસપાસના ગામોમાં ઝેરી ગેસના કારણે ગળામાં દુખાવો અને આંખોમાં બળતરાની ફરિયાદો થઇ હતી. જો કે ઘટના અંગે માહિતી મળતાની સાથે જ તંત્ર હરકતમાં આવી ગયું હતું.

પ્લાન્ટની આસપાસનો વિસ્તાર પોલીસે કોર્ડન કરી પ્રતિબંધિત કર્યો
આંખો બળવી અને ગળામાં દુખાવાની ફરિયાદો અને આટલા મોટા પ્રમાણમાં ફરિયાદો આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું હતું. આરોગ્યની ટીમોનો ખડકલો કરી દેવામાં આવ્યો હતો. બીજી તરફ મહેસાણા ongc અને પોલીસે બનાવ સ્થળથી 500 મીટરનો વિસ્તાર કોર્ડન કરીને પ્રવેશ બંધી કરી દીધી હતી. ઓએનજીસીના વેલ ઉપરથી ગેસ લિકેજનું કારણ શોધવા તપાસનો નિર્ણય લેવાયો છે.

ADVERTISEMENT

ખેતરમાંથી કાન ફાડી નાખે તેવા અવાજો
હાલના તબક્કે લીકેજ બંધ કરવા ઓએનજીસીની ટીમો કામે લાગી ગઇ છે. આ ઉપરાંત કોઇ પણ વ્યક્તિની તબીયત વધારે બગડે તો સ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા આનુષાંગીક તૈયારીઓ કરી લેવામાં આવી છે. ઓક્સિજન સિલિન્ડરથી માંડીને એમ્બ્યુલન્સ સુધીની સામગ્રી તૈયાર રાખવામાં આવી છે. પ્લાન્ટથી થોડે દુર આવેલા ખેતરમાં કાલ રાતથી જ ઓએનજીસી દ્વારા કંઇક કામ કરવામાં આવી રહ્યું છે. જેનો ઘોંઘાટ આસપાસના વિસ્તારમાં સંભળાય તેટલો ભયાનક છે.

(વિથ ઇનપુટ કામિની આચાર્ય)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT