ગુજરાત પોલીસની આબરૂના ધજાગરા, લૂંટારૂઓએ PSI ને ઇજાગ્રસ્ત કર્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

રાજકોટ : શહેરના અમીન માર્ગ પર લૂંટારૂ ગેંગ અને પોલીસ વચ્ચે ગત રાત્રે ત્રણ વાગ્યે અથડામણ થઇ હતી. સામે સામે બે રાઉન્ડ ફાયરિંગ ધર્મેશ ખેર PSI ઇજાગ્રસ્ત થયા છે. અમીન માર્ગ પર આવેલ ચિત્રકૂટધામ સોસાયટી શેરી નં.૨માં રિદ્ધિ સિદ્ધિ એપાર્ટમેન્ટમાં વિજય પટેલના ફ્લેટમાં પાંચ લૂંટારૂની ગેંગ હથિયાર સાથે ત્રાટકી હતી. જો કે અગાઉથી જ બાતમી હતી જેના કારણે SOG પોલીસ પણ પહેલાથી જ તે લોકોને શોધી રહી હતી. ગુજરાત પોલીસ અને લૂંટારૂઓની ગેંગ સામસામે આવી જતા ફાયરિંગ થયું હતું.

લોહીયાળ ફાયરિંગ PSI ને ગોળીઓ ધરબી દીધી
પોલીસ પહોંચી જતા બંન્ને વચ્ચે લોહિયાળ અથડામણ થઈ હતી. સામ સામે થયેલા ફાયરિંગમાં SOG ના PSI ડી.બી.ખેર ઘાયલ થયા હતા. જેથી કરીને ઘાયલ પોલીસને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રાજકોટમાં લૂંટારું અને પોલીસ વચ્ચે થયેલ ફાયરિંગની ઘટના બનતા શહેરમાં સનસનાટી મચી ગઈ હતી. ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ફરાર આરોપીને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા.

પોલીસ હવે ગુજરાતમાં નામ માત્ર
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કાયદો અનેવ્યવસ્થાની સ્થિતિ પર પહેલાથી જ સવાલો ઉઠી રહ્યા છે. સુરતમાં કાયદાના રોજેરોજ લીરા ઉડતા હોય છે. તેવામાં હવે અસામાજિક તત્વો કેટલા બેખોફ થઇ ચુક્યાં છે તે આ ઘટના આંખ ઉઘાડે છે. ગુજરાતમાં હવે અસામાજિક તત્વોને પોલીસનો કોઇ જ ખોફ રહ્યો નથી. નાગરિકો તો ઠીક પરંતુ પોલીસ પણ સામે આવી જાય તો તેને પણ ગોળીઓ ધરબી દેતા તેઓ જરા પણ વિચારતા નથી ત્યારે સામાન્ય નાગરિકોનું શું થશે તે તો જોવું રહ્યું.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT