ગણેશ વિસર્જન માટે કૃત્રિમ તળાવોથી લઈ મૂર્તિ વિસર્જનના નિયમો વિશે જાણો..રિવરફ્રન્ટ બન્યું હોટસ્પોટ
અમદાવાદઃ શુક્રવારે 9મી સપ્ટેમ્બર એટલે કે અનંત ચતુર્દશીના દિવસે ગણેશોત્સવ સમાપ્ત થવા જઈ રહ્યો છે. જેની શરૂઆત 31 ઓગસ્ટથી થઈ હતી. તેવામાં હવે પર્યાવરણની કાળજીથી…
ADVERTISEMENT
અમદાવાદઃ શુક્રવારે 9મી સપ્ટેમ્બર એટલે કે અનંત ચતુર્દશીના દિવસે ગણેશોત્સવ સમાપ્ત થવા જઈ રહ્યો છે. જેની શરૂઆત 31 ઓગસ્ટથી થઈ હતી. તેવામાં હવે પર્યાવરણની કાળજીથી લઈને ગણપતિ ભગવાનની મૂર્તિઓનું તળાવ, નદી અથવા ઘરમાં જ વિસર્જન કરવા માટે ખાસ આયોજન કરાયું છે. આની સાથે AMCએ પણ વિવિધ સ્થળે કૂંડોની વ્યવસ્થા કરીને ગણેશ વિસર્જનની ખાસ વ્યવસ્થા ઉભી કરી દીધી છે.
રિવરફ્રન્ટ પાસે વિસર્જનની ખાસ વ્યવસ્થા
નોંધનીય છે કે ગણેશ ભગવાનના ભક્તોએ તેમની સૌથી નાની મૂર્તિથી લઈને મહાકાય મૂર્તિઓની સ્થાપના કરી છે. આ દરમિયાન તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની અસુવિધા ન સર્જાય અને વિસર્જન સારી રીતે થઈ શકે એની વ્યવસ્થા કરી દીધી છે. અમદાવાદમાં કુલ 55 ગણેશ વિસર્જન કૂંડ બનાવવામાં આવ્યા છે તો બીજી બાજુ આ સમયગાળા દરમિયાન 160 સેફટી જવાનોને પણ કામે લગાવાયા છે.
ADVERTISEMENT
ઘણી સોસાયટીઓમાં ગણેશ ભગવાનની મહાકાય મૂર્તિઓ લાવવામાં આવી છે. હવે આ મૂર્તિઓનું વિસર્જન કરવા માટે રિવરફ્રન્ટ પાસે ખાસ વ્યવસ્થા કરાઈ છે. અહીં અનેક ક્રેન મૂકી દેવાઈ છે જેની સહાયથી ગણેશ ભગવાનની મૂર્તિનું વિસર્જન સરળતાથી થઈ શકે.
ગણેશ વિસર્જન કેવી રીતે કરવું..
ADVERTISEMENT
- શુક્રવાર એટલે કે 9મી સપ્ટેમ્બરે સવારે 6થી 10.45 વાગ્યા સુધી અને સાંજે 5થી 6.30 વાગ્યા સુધીમાં વિસર્જન કરી શકાશે.
- ગણેશ વિસર્જન પહેલા ભગવાનની મૂર્તિની પૂજા કરવાની રહે છે તથા ધૂપ, દીપ, નૈવેદ્ય અર્પણ કર્યા પછી સાચવવામાં કઈ ભૂલ થઈ હોય તો એની માફી માગવામાં આવે છે.
- જો ઘરે વિસર્જન કરતા હોવ તો પાત્રમાં ગણેશજીની મૂર્તિ વિસર્જિત થાય એ પછી જે પાણી બચે એના પાણીને વૃક્ષોમાં પીવડાવી દેવું જોઈએ.
ADVERTISEMENT