ગાંધીનગર સેશન્સ કોર્ટે પૂર્વ IAS એસ કે લાંગાના પાંચ દિવસના રિમાંડ મંજૂર કર્યા
ગાંધીનગર: જિલ્લા કલેક્ટર તરીકે બે વર્ષ પૂર્વે નિવૃત થયેલા IAS અધિકારી એસ.કે લાંગાની ગાંધીનગર પોલીસે ધરપકડ કરી હતી. ભ્રષ્ટાતચારના આરોપમાં ધરપકડ બાદ પોલીસે લાંગાને કોર્ટમાં…
ADVERTISEMENT
ગાંધીનગર: જિલ્લા કલેક્ટર તરીકે બે વર્ષ પૂર્વે નિવૃત થયેલા IAS અધિકારી એસ.કે લાંગાની ગાંધીનગર પોલીસે ધરપકડ કરી હતી. ભ્રષ્ટાતચારના આરોપમાં ધરપકડ બાદ પોલીસે લાંગાને કોર્ટમાં હાજર કરી રિમાન્ડની માગણી કરી હતી. ઉલ્લેખનીય છે કે લાંગાએ પેથાપુરમાં બોગસ ખેડૂત બનાવવાનું મસમોટુ કૌભાંડ આચર્યું હોવાનો આરોપ છે. ગોધરામાં પણ કલેક્ટર હતા ત્યારે તેઓએ ખાનગી વ્યક્તિઓને જમીનનો લાભ અપાવ્યો હોવાના આરોપ છે. જેના કારણે પંચમહાલ પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. હવે ગાંધીનગર પોલીસે જ્યારે અધિકારીની ધરપકડ કરીને રિમાન્ડ માગ્યા છે ત્યારે પોલીસે માગેલા 14 દિવસના રિમાન્ડની સામે કોર્ટે લાંગાના 5 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.
લાંગાના કારનામા દિલ્હી સુધી પહોંચ્યા હતા
ગાંધીનગર પોલીસ દ્વારા મંગળવારે સાંજે લાંગાની ધરપકડ કરવામાં આવી હતી. ભ્રષ્ટાચાર કેસમાં તેમની સામે ફરિયાદ દાખલ થયા બાદ લાંબા સમયથી તેની સામે તપાસ ચાલી રહી હતી. પોતાની સત્તાનો દુરૂપયોગ કરીને તેમણે ગાંધીનગર અને અગાઉ જ્યાં જ્યાં પણ તેઓના પોસ્ટિંગ રહ્યા ત્યાં તેઓએ અનેક ભ્રષ્ટાચાર આદર્યા હતા. લાંગાના નામે ખેડૂત ન હોય તેવા લોકોને ખેડૂત બનાવવાનું આ ઉપરાંત ખેતીમાંથી બિનખેતી કરવાનું કૌભાંડ આચરવાના પણ અનેક આક્ષેપો થઇ ચુક્યા છે. આ ઉપરાંત માતરમાં થયેલા સૌથી મોટા જમીન કૌભાંડમાં પણ તેનું નામ ખુલ્યું હતું. આ કાંડમાં એક મંત્રીનું પત્તુ પણ કપાઇ ગયું હતું. કારનામાની જાણ છેક દિલ્હી સુધી પહોંચતા આખરે તંત્રએ ભારે હૈયે કાર્યવાહી કરવાની ફરજ પડી હતી. જોકે આમાં સાચી રીતે તપાસ થાય તો અનેક રાજકીય હસ્તીઓ અને નાના મોટા અધિકારીઓનાં નામ ખુલે તેવી શક્યતા છે.
ત્રેવડ વગર હાથમાં લીધું વિકાસનું કામ? વાત્રક નદી પરના બ્રિજનો સપોર્ટ કેમ ધસી પડ્યો, અધિકારીની ચોંકાવનારી વાત
હાલમાં તો પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. જેમાં એસ કે લાંગાના 14 દિવસના રિમાન્ડની કોર્ટમાં માગણી કરવામાં આવી હતી. તેની સામે કોર્ટે આગામી 17 જુલાઈ સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે એટલે કે 5 દિવસ એસ કે લાંગા રિમાન્ડ પર છે. હવે જોવું રહ્યું કે પોલીસ આ પૂર્વ અધિકારી પાસેથી કેટલી માહિતીઓ કઢાવી શકે છે અને તેમાંથી કેટલી આપણી સામે જાહેર થાય છે.
ADVERTISEMENT
(ઈનપુટઃ ગોપી ઘાંઘર, ગાંધીનગર)
ADVERTISEMENT