19થી 21 જુલાઈમાં સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર તથા દક્ષિણ ગુજરાતના વલસાડમાં અતિભારે વરસાદની શક્યતા

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગરઃ ગુજરાતમાં હાલમાં 19 અને 20મી સુધી ઘણા વિસ્તારમાં સામાન્યસ ભારે અને અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે રાહત કમિશનર આલોકકુમાર પાંડેના અધ્યક્ષસ્થાને ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર- SEOC ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ હતી. જેમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે તમામ વિભાગોની તૈયારી અંગે સમીક્ષા કરી રાહત કમિશનર દ્વારા તમામ વિભાગોને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા હતા. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી સપ્તાહમાં ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે. તા. 19થી 21 જુલાઈ દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે.

બેઠકમાં અધિકારીઓએ આપી મહત્વની જાણકારી
રાજ્યભરમાં છેલ્લા ૨૪ કલાક દરમ્યાન રાજયમાં થયેલા વરસાદની માહીતી આપતા IMDના અધિકારીએ જણાવ્યું હતું કે, રાજકોટના જામકંડોળામાં બે કલાકમાં 144 મીમી વરસાદ (6 ઈંચ વરસાદ) અને ગીર સોમનાથના સુત્રાપાડામાં બે કલાકમાં 123 મીમી વરસાદ (5 ઈંચ વરસાદ) નોંધાયો છે. સાથે જ આગામી સપ્તાહમાં રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જેમાં તા.૧૯/૦૭/૨૦૨૩ થી તા.૨૧/૦૭/૨૦૨૩ દરમ્યાન સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર તથા દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની સંભાવના છે.

વર્ગ ખંડ છે નહીં, તો કેવી રીતે ‘ભણશે ગુજરાત’? બાળકોને ઝાડ નીચે અપાઈ રહ્યું છે શિક્ષણ

સિંચાઇ વિભાગના અધિકારી દ્વારા જળાશયો વિશે માહિતી આ૫તા જણાવ્યું હતું કે, રાજયમાં ૨૦૬ જળાશયો પૈકી ૪૩ જળાશય હાઈ એલર્ટ, ૧૮ જળાશય એલર્ટ અને ૧૯ જળાશય વોર્નિંગ પર છે. કૃષિ વિભાગના અધિકારીએ પણ આ બેઠકમાં ખરીફ પાકની વિગતો આપતા જણાવ્યું હતું કે, ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે સામાન્ય વાવેતર વિસ્તારની સામે ૭૧.૩૧% વાવેતર થયું છે. એન.ડી.આર.એફ તથા એસ.ડી.આર.એફ.ના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ચોમાસામાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા ડીપ્લોયમેન્ટ પ્લાન તૈયાર કરી તમામ ટીમો એલર્ટ મોડ પર રાખવામાં આવી છે. આ બેઠકમાં આરોગ્ય, ફોરેસ્ટ, બાયસેગ, જી.એમ.બી.,પંચાયત, કોસ્ટ ગાર્ડ,  ઉર્જા, ઈસરો, ફાયર, ફીશરીઝ, માર્ગ અને  મકાન, GSRTC, GSDMA, એરફોર્સ, યુ.ડી.ડી., પશુપાલન અને માહિતી વિભાગના નોડલ અધિકારીઓ હાજર રહ્યા હતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT