કલાકોથી Biparjoy દરિયામાં એક જ સ્થાને સ્થિર થયુંઃ વાવાઝોડું આવશે કે નહીં તેને લઈને અસમંજસ

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગરઃ ગુજરાત પર છેલ્લા કેટલાક દિવસોથી બિપોરજોય વાવાઝોડાનો તોળાઈ રહેલો ભય સતત લોકોને ડરાવી રહ્યો છે. તંત્ર પણ આ વાવાઝોડાની અસરના અંદાજને લગાવતા મોટાપાયે તૈયારીઓમાં લાગી ગયું છે ત્યારે સતત દોડધામ વચ્ચે એક અનુમાન સામે આવ્યું હતું કે 15મી જુને સાંજના સમયે બિપોરજોય જખૌ નજીક લેન્ડફોલ કરશે. જોકે છેલ્લા 6 કલાકથી વધારે સમયથી વાવાઝોડું જાણે એક જ સ્થળે સ્થિર થયું હોય તેવું જોવા મળી રહ્યું છે. સેટેલાઈટ ઈમેજીસ પર વાવાઝોડું પોતાની એક જ જગ્યા પર જોવા મળી રહ્યું છે. હજુ પણ આ વાવાઝોડું ગુજરાત કરતા 280 કિલોમીટર દૂર હોવાનું સામે આવી રહ્યું છે.

દ્વારકાના જગત મંદિરે Cyclone Biparjoyના કારણે દર્શન બંધઃ ભક્તોને જોવી પડશે રાહ

પવનની સ્પીડ ડરાવનારી
ગુજરાતમાં જ્યારે આ વાવાઝોડું આવશે ત્યારે હાવામાન વિભાગની આગાહી પ્રમાણે તે વખતે પવનની ઝડપ 130 કિલોમીટર પ્રતિકલાક કરતા પણ વધારે હોઈ શકે છે. સાથે જ લેન્ડફોલ સમયે દરિયો પણ બે કે ત્રણ મીટર ઉંચો આવે તો નવાઈ નહીં. આ તરફ જામનગ, કચ્છ, પોરબંદર, ઓખા, રાજકોટ, જુનાગઢ, જખૌ ખાતે આ વાવાઝોડાની સૌથી વધારે અસર થવાની છે ત્યારે અતિ ભારે વરસાદ અને પવન ફૂંકાવાથી લઈ વીજળીના કડાકાઓ પણ ચિંતાનું કારણ બન્યા છે. જોકે છેલ્લા કેટલાક કલાકોથી વાવાઝોડું દરિયામાં જ સ્થિર થઈ ગયું હોય તેવું જોવા મળતા પ્રશ્ન ઊભા થયા છે કે વાવાઝોડું આવશે કે નહીં? જોકે આ અંગે અગાઉ પણ નક્કરતાથી કહી શકાય તેમ ન્હોતું અને હાલ પણ નક્કરતાથી કહી શકાય તેમ નથી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT