અમદાવાદમાં ચિત્તાની સ્પીડમાં લૂંટ, કારચાલકને વાતોમાં રાખી ડેકીમાંથી રૂ.5 લાખ ઉઠાવી બાઈકર્સ ફરાર

ADVERTISEMENT

gujarattak
social share
google news

Ahmedabad News: ગુજરાત સહિત દેશમાં રૂપિયા કમાવવા માટે લોકો કોઈ પણ હદ સુધી જતા હોય છે, જેના અનેક કિસ્સા સામે આવી રહ્યા છે. વિવિધ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરીને નિર્દોષ લોકો પાસેથી લાખો રૂપિયા ખંખેરતી ગેંગ સક્રિય થઇ છે. અમદાવાદ શહેરમાં એક્સિડન્ટના બહાને તોડ કરતી ટોળકી પણ સામે આવી છે, જે નિર્દોષ વાહનચાલકોને ટાર્ગેટ કરીને રૂપિયા પડાવે છે. ત્યારે અમદાવાદમાં ફરી આવો બનાવ સામે આવ્યો છે. જેમાં એક બાજુ ગઠિયાએ કાર ચાલકને વાતોમાં રોકી રાખ્યા અને બીજીબાજુ પાછળથી બાઈકર્સ મોટો હાથ ફરેવીને ફરાર થઈ ગયા હતા. આ મામલે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ચોરી અને લૂંટની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

આંગડિયામાંથી પૈસા લઈને આવી રહ્યા હતા ઘરે

મળતી માહિતી અનુસાર અમદાવાદના હાથીજણ વિસ્તારમાં આવેલા સોના આકૃતિ ફ્લેટમાં રહેતા અને મૂળ ઉત્તર પ્રદેશના દેવેન્દ્ર શુક્લા ઓઢવ વિસ્તારમાં આવેલા ગાયત્રી ગાર્ડન પાસે ટ્રાન્સપોર્ટનો બિઝનેસ કરે છે. દેવેન્દ્ર શુક્લાએ નંદનવન સોસાયટીમાં જૂનું મકાન ખરીદ્યું હતું. જેના રિનોવેશન માટે રૂપિયાની જરૂર હોવાથી તેમણે તેમના કર્ણાટકમાં રહેતા એક મિત્રને વાત કરી હતી. જેથી મિત્રએ પાંચ લાખ રૂપિયા બાપુનગર ખાતે આવેલા આંગડિયામાં મોકલ્યા હતા. જેથી દેવેન્દ્ર શુક્લા કાર લઈને આંગડિયામાં પૈસા લેવા માટે ગયા હતા.

યુવકે વાતોમાં રોકી રાખ્યા

આર.જીતુ આંગડિયા પેઢીમાંથી રૂપિયા લીધા બાદ તેને કારની ડેકીમાં મૂકી દીધા હતા અને તેઓ કાર લઈને ઘરે જવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન સોનીની ચાલીથી ઓઢવ જવાના રસ્તા પર બાઈક પર એક યુવક આવ્યો અને કારના કાચ પર હાથ મારીને ઊભા રહેવાનો ઈશારો કરવા લાગ્યો. જે બાદ દેવેન્દ્ર શુક્લાએ તેમની કારના કાચ ખોલી દીધા હતા. જે બાદ તેઓએ બાઈકચાલક યુવક સાથે વાતચીત કરી હતી.

ADVERTISEMENT

ડેકીમાંથી 5 લાખ ઉઠાવી ફરાર

આ દરમિયાન બીજા બે શખ્સો બાઈક પર આવ્યા અને ડેકી ખોલીને પાંચ લાખ રૂપિયા ઉઠાવીને ચિત્તાની સ્પીડમાં ફરાર થઈ ગયા. જે બાદ દેવેન્દ્ર શુક્લાએ તેમનો પીછો કરવાની કોશિશ કરી. પરંતુ તેઓ સ્પીડમાં ફરાર થઈ ગયા હતા.

પોલીસે તપાસ શરૂ કરી

જે બાદ તેઓ સીધા ઓઢવ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે અજાણ્યા ત્રણ શખ્સો વિરુદ્ધ પાંચ લાખની ચોરી અને લૂંટની ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે દેવેન્દ્ર શુક્લાની ફરિયાદના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT